નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2022 : યુક્રેન પર રશિયાએ આક્રમણ શરુ કરી દીધુ છે અને આક્રમણખોર સેના જે પ્રકારે વર્તન કરે તેવુ વર્તન રશિયન સૈનિકોએ શરુ કરી દીધુ છે.રશિયાની રાજધાની કીવ સહિતના શહેરો પર હુમલાની ખબર વચ્ચે યુક્રેનની મહિલાએ દાવો કર્યો છે કે, રશિયન સૈનિકોએ મને ટીન્ડર પર ફ્લર્ટ કરતા મેસેજ મોકલ્યા છે.
રશિયાની સેના યુક્રેનના સૌથી મોટા બીજા શહેર ખારકીવથી 20 માઈલ જ દુર છે ત્યારે યુક્રેનની મહિલાએ સ્ક્રીનશોટ રજૂ કરીને દાવો કર્યો છે કે, રશિયન સૈનિકો અઘટિત ઓફરો મોકલી રહ્યા છે અને સૈનિકોએ પોતે રશિયાની સેનામાં કયા હોદ્દા પર છે તેની જાણકારી સાથેના મેસેજ યુક્રેનની મહિલાઓને મોકલવા માંડયા છે.
બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે આ સિલસિલો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે તેવુ ડાશા સાયનેલનિકોવા નામની મહિલાનુ કહેવુ છે.આ મહિલાએ અખબારને કહ્યુ હતુ કે, ટિન્ડર પર બહુ બધા રશિયન સૈનિકોએ મેસેજ મોકલવા માંડ્યા છે.હું કિવમાં રહું છું અને આ મેસેજના કારણે મેં મારુ લોકેશન બદલીને ખારકીવ કરી નાંખ્યુ હતુ પણ ત્યાં પણ રશિયન સૈનિકોના મેસેજ મળી રહ્યા છે.