નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : રશિયા અને યુક્રેન વચ્ચે હવે પૂર્ણ ક્ષમતાનું યુદ્ધ ફાટી નીકળ્યું છે.આ યુદ્ધના કારણે યુક્રેનની સરહદો ઉપર તેની નિકાસ અને ત્યાંથી ચીજોની આયાત ઉપર ફટકો પડે તેવી શક્યતા છે.આશા રાખીએ એ યુદ્ધ જલ્દી પૂર્ણ થઇ જાય પણ જો તે લાંબો સમય ચાલશે તો ભારત માટે કેટલીક આવશ્યક ચીજોની આયત અટકી પડશે.આ આયાતમાં ખાધતેલ, દવામાં બનાવવામાં વપરાતી પશુઓની ચામડી, રસાયણિક ખાતર જેવી ચીજોનો સમાવેશ થાય છે.ભારતની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૦.૫૬ ટકા જેટલો છે એટલે ભારત માટે આમ મોટીચિંતા નથી પણ ભારતની કુલ આયાતમાં કેટલીક ચીજોમાં યુક્રેનનો હિસ્સો બહુ મોટો છે એટલે તેમાં ક્ષણિક રીતે મોટો ફટકો પડે તેવી શક્યતા છે.
યુક્રેનથી આયાત થતી કેટલીક ટોચની ચીજો રૂ.કરોડ
ચીજનું નામ
૨૦૨૦-૨૧
૨૧-૨૧ (એપ્રિલથી ડિસેમ્બર નવ મહિના)
ખાધતેલમાં વપરાતી ફેટ
૧૧૯૧૬
૧૦૧૯૩
રસાયણિક ખાત્ર
૨૦૬૭
૧૯૭૬
રસાયણો
૪૯૫
૧૩૨૫
પ્લાસ્ટિકની બનાવટો
૨૧૯
૭૫
લાકડાની ચીજો
૧૮૫
૨૦૭
સ્ટીલ
૧૭૯
૪૫
ન્યુક્લીઅર રીએક્ટરના પાર્ટ
૧૭૭
૧૭૪
ખનીજ
૧૧૧
૨૫
મેડીકલ કે સર્જીકલ સાધનો
૭૭
૧૩
પશુઆહાર માટે ખોળ
૬૯
૬૧
ઇલેક્ટ્રિક મશીનરી
૬૩
૨૨
સ્ટીલની બનાવટો
૫૭
૪૭
ઓર્ગેનિક કેમિકલ્સ
૪૫
૨૨