રશિયાનુ આક્રમણ, યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી

187

નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2022 : રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધા બાદ યુક્રેનના ભારત સ્થિત રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.

પોલખાનુ કહેવુ છે કે,ભારત અને રશિયા વચ્ચે સારા સબંધ છે અને ભારત આ વિવાદને કંટ્રોલ કરવા માટે મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે.અમે પીએમ મોદીને અપીલ કરીએ છે કે,તે તાત્કાલિક રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમારા રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો સંપર્ક કરીને તેમની સાથે વાત કરે.

ભારતે જોકે અત્યાર સુધી આ બંને દેશોના વિવાદમાં ન્યૂટ્ર્લ વલણ અપનાવેલુ છે.ભારત અત્યાર સુધી કોઈ પક્ષે રહ્યુ નથી.વિદેશ મંત્રાલય પણ આ જ પ્રકારનુ નિવેદન આપી ચુકયુ છે.

Share Now