આર્થિક રીતે યુક્રેન દુશ્મન દેશ રશિયા કરતા નબળુ… જાણો વિગતવાર

175

કિવ/મોસ્કો, તા. 25 ફેબ્રુઆરી 2022 શુક્રવાર : રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને આખી દુનિયામાં હલચલ મચાવી છે.

રશિયાની રાક્ષસી મિલિટરી તાકાત સામે અમેરિકા અને નાટો સંગઠનના બીજા દેશો વગર યુક્રેન કેટલી હદે ટકી શકશે તે એક સવાલ છે.બંને દેશોની સૈન્ય તાકાતનો અંદાજો આ પ્રમાણે છે.

ગ્લોબલફાયર પાવર ડોટ કોમ અનુસાર મિલિટરી પાવરના ઈન્ડેક્સમાં રશિયા બીજા સ્થાને છે તો યુક્રેન 22મા ક્રમે છે.

રશિયાની વસતી 14 કરોડ તો યુક્રેનની 4.37 કરોડ છે.

રશિયાના 4.66 કરોડ લોકો મિલિટરી સર્વિસ માટે ફિટ છે તો યુક્રેનના 1.56 કરોડ લોકો મિલિટરી સર્વિસ માટે લાયક ઠરે તેમ છે.

રશિયા પાસે કુલ 4173 એરક્રાફ્ટ છે.જ્યારે યુક્રેન પાસે 318 વિમાનો છે.રશિયા પાસે 772 ફાઈટર જેટ છે તો યુક્રેન પાસે માંડ 69 ફાઈટર જેટસ છે.એર પાવરની રીતે યુક્રેન રશિયાની આસપાસ ક્યાંય નથી.

રશિયા પાસે 445 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે તો યુક્રેન પાસે માંડ 32 આવા એરક્રાફ્ટ છે.

રશિયા પાસે 522 ટ્રેનર્સ એરક્રાફ્ટ અને યુક્રેન પાસે 71 ટ્રેનર્સ એરક્રાફ્ટ છે.

રશિયા 1543 હેલિકોપ્ટર ધરાવે છે ત્યારે યુક્રેન પાસે 112 હેલિકોપ્ટર છે.રશિયાના 1543 પૈકીના 544 લડાકુ હેલિકોપ્ટર છે.યુક્રેન પાસે આવા 34 જ હેલિકોપ્ટર છે.

રશિયા પાસે 12240 ટેન્ક છે.યુક્રેન પાસે 2584 ટેન્ક છે.રશિયા પાસે 30122 બખ્તરિયા વાહનો એટલે કે આર્મર્ડ વ્હિકલ્સ છે ત્યારે યુક્રેન પાસે 12303 આવા વાહનો છે.

રશિયા પાસે 6574 અને યુક્રેન પાસે 1067 તોપો છે.જ્યારે ખેંચીને લઈ જઈ શકાય તેવી 7571 તોપો રશિયા પાસે છે અને યુક્રેન પાસે 2040 આવી તોપો છે.

રશિયા 3391મોબાઈલ રોકેટ લોન્ચર્સ અને યુક્રેન 490 રોકેટ લોન્ચર્સ ધરાવે છે.

નૌસેનાની વાત કરવામાં આવે તો રશિયા પાસે 605 અને યુક્રેન પાસે 38 જ જહાજો છે.રશિયા પાસે એક એરક્રાફ્ટ કેરિયર પણ છે.જ્યારે યુક્રેન પાસે આવુ એક પણ જહાજ નથી.

રશિયા પાસે 70 સબમરિન છે અને યુક્રેન પાસે એક પણ નથી.રશિયા પાસે ડિસ્ટ્રોયર તરીકે ઓળખાતા 15 યુદ્ધ જહાજો છે અને યુક્રેન પાસે એક પણ નથી.

રશિયા પાસે 11 ફ્રિગેટ્સ તરીકે ઓળખાતા વોરશિપ્સ છે અને યુક્રેન પાસે આવુ એક જ જહાજ છે.

રશિયા પાસે 86 કોર્વેટ પ્રકારના નાના કદના લડાકુ જહાજો છે અને યુક્રેન પાસે એક જ કોર્વેટ છે.રશિયા પાસે પેટ્રોલિંગ કરવા માટેના 59 અ્ને યુક્રેન પાસે 13 જહાજો છે.

સમુદ્રમાં બીછાવાતી માઈન્સ ખતમ કરવા માટે રશિયા પાસે 49 જહાજો છે.યુક્રેન પાસે આવુ એક જ જહાજ છે.

રશિયા પાસે કુલ 1218 અને યુક્રેન પાસે 187 એરપોર્ટ અને એરબેઝ છે.રશિયા પાસે મર્ચન્ટ નેવીના 2873 જહાજો અને યુક્રેન પાસે 409 જહાજો છે.આ જહાજો સામાનની હેરફેર કરતા હોય છે.

રશિયા પાસે 8 બંદરો અને યુક્રેન પાસે 6 જ છે.રશિયા પાસે 6.99 કરોડનો વિશાળ લેબર ફોર્સ છે અને યુક્રેન પાસે આવા 1.79 કરોડ લોકો છે.

રશિયા પાસે 12.83 લાખ કિમીનુ અને યુક્રેન પાસે 1.69 લાખ કિમીનુ રોડ નેટવર્ક છે.રશિયા પાસે યુક્રેનની બોર્ડરને અડીને 87000 કિમીનુ રોડ નેટવર્ક છે.

યુધ્ધમાં સૌથી વધારે જરુર ક્રુડ ઓઈલની પડતી હોય છે.રશિયા હાલમાં ઓઈલ પ્રોડક્શનમાં દુનિયામાં બીજા સ્થાને છે અને યુક્રેન 47મા ક્રમે છે.

રશિયા પાસે તેલનો મોટો રિઝર્વ સ્ટોક છે.યુક્રેન આ મામલે બહુ પાછળ છે.નાટો અને અમેરિકાની મદદથી યુક્રેન કેટલુ લાંબુ યુદ્ધ લડી શકે છે તે જોવાનુ રહે છે.

રશિયાનુ મિલિટરી બજેટ 11.56 લાખ કરોડ રુપિયા છે.જ્યારે યુક્રેનનુ બજેટ 89000 કરોડ રુપિયા થાય છે.આર્થિક રીતે પણ યુક્રેન દુશ્મન દેશ રશિયા કરતા બહુ નબળુ છે.

Share Now