શોપિયાંમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર, એક નાગરિકનું મોત

152

– ટેરર ફંડિંગ કેસમાં એનઆઇએના પૂર્વ અધિકારીને 24 માર્ચ સુધી કસ્ટડી બધા હથિયારો અને સિસ્ટમને તૈયાર રાખવા માટે એર ચીફ માર્શલ વી આર ચૌધરીના દરેક કમાંડરોને આદેશ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં લશ્કરે તોયબાના આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.આ દરમિયાન લશ્કરે તોયબાના બે આતંકીઓ ઠાર મરાયા હતા.દરમિયાન એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ દરેક કમાંડરોને આદેશ આપ્યા છે કે દરેક પ્રકારના હિથયારો અને સિસ્ટમને તૈયાર રાખવામાં આવે.

દરમિયાન શોપિયાંમાં માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું હતું.અહીંના એક ઘરમાં આતંકીઓ છુપાયા હોવાથી આખા ઘરને ઘેરી લેવાયું હતું અને નાગરિકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.જે બાદ આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ગોળીબાર થયો હતો જે કલાકો સુધી ચાલ્યો હતો.

જોકે જ્યારે સામસામે ગોળીબાર ચાલી રહ્યો હતો ત્યારે ગોળી વાગી જવાથી એક નાગરિકનું મોત નિપજ્યું હતું અને બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા.દિલ્હીની કોર્ટમાં ટેરર ફંડિંગનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટે શુક્રવારે એનઆઇએના પૂર્વ સુપ્રીટેંડન્ટ અરવિંદ દિગ્વિજય નેગી અને કાશ્મીરના માનવ અિધકાર એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝ તેમજ અન્યોને એક મહિના માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

સ્પેશિયલ જજ પરવીણસિંહે આરોપીઓને 24મી માર્ચ સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.યુએપીએ અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Share Now