(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ : સીબીઆઇએ એનએસઇના પૂર્વ ગુ્રપ ઓપરેટિંગ ઓફિસર(જીઓેઓ) આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે એનએસઇ પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણા રહસ્મય યોગીની સલાહ લેતા હોવાના સેબીની અહેવાલ પછી સીબીઆઇએ એનએસસીના કો લોકેશન કૌૈભાંડની તપાસ આગળ વધારી છે.
સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગઇકાલ રાતે તમિલનાડુના ચેન્નાઇમાંથી સુબ્રમણ્યમની ધરપકડ કરવામાં આવી હતી.જો કે અગાઉ સીબીઆઇ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને દિલ્હી લઇ જવા માટે તેમને ચેન્નાઇની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કોર્ટ દ્વારા મંજૂરી મળી ગયા પછી સીબીઆઇ આનંદ સુબ્રમણ્યમને દિલ્હી લાવશે અને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે.આ કોર્ટમાં તેમના કસ્ટોડિયલ રિમાન્ડ માંગવામાં આવશે.
એક ઓડિટ રિપોર્ટમાં સુબ્રમણ્યમને જ રહસ્મય યોગી બતાવવામાં આવ્યા છે અને આ અહેવાલ મુજબ ચિત્રા રામકૃષ્ણા તેમની પાસેથી જ સલાહ લેતા હતાં.જો કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ પોતાના ૧૧ ફેબુ્રઆરીના અહેવાલમાં આ દાવાને ફગાવી દીધો હતો.
રામકૃષ્ણાએ સુબ્રમણ્યમની સલાહકાર તરીકે નિમણૂક કરી હતી અને ત્યારબાદ તેમને ગુ્રપ ઓપરેટિંગ ઓફિસર(જીઓઓ) બનાવવામાં આવ્યા હતાં.તેમને વાર્ષિક ૪.૨૧ કરોડ રૃપિયાનો પગાર ચુકવવામાં આવતો હતો.રામકૃષ્ણાએ ડિસેમ્બર,૨૦૧૬માં એનએસઇ છોડી દીધું હતું.