નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર :ક્રાઈમ બ્રાન્ચ બાદરપુર બોર્ડરે 100થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ કરનાર બંટી-બબલી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધીરજ નગરના રહેવાસી દીપક ઝા ઉર્ફે બંટી અને દીક્ષા સરાય ઉર્ફે બબલીની એનએચપીસી મેટ્રો સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે.બંને સ્કોર્પિયો કારમાં બેસીને કોઈકની સાથે સાયબર ફ્રોડ કરી રહ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું હતું કે,તેઓ લોકોને લોટરી લાગવા માટે લાલચ આપતા હતા.ત્યારબાદ જુદા જુદા બહાના બનાવી પૈસા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા.આરોપીઓ બૈંક કર્મચારી બનીને પણ ફ્રોડ કરતા હતા.અત્યાર સુધીમાં આરોપીઓએ 100થી વધુ લોકોને ફ્રોડનો શિકાર બનાવી ચૂક્યા છે જેમાં દિલ્હી-એનસીઆરના પણ કેટલાક લોકો સામેલ છે.ક્રાઈમ બ્રાન્ચે સબંધિત પોલીસને સૂચના આપી દીધી છે.
આરોપીઓએ પોલીસથી બચવા માટે સ્કોર્પિેયો કારને કોલ સેન્ટર બનાવી હતી.આ કારમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.પહેલા તો યુવતી લોકને કોલ કરીને લોટરી લગાવવાની લાલચ આપતી હતી અને ત્યાર બાદ તે પોતાની સાથે કારમાં બેઠેલા એક યુવકને સીનિયર ગણાવીને લોકોને તેની સાથે વાત કરાવતી હતી.આ આરોપીઓ કાર ચલાવતા ફ્રોડ કરતા હતા તેથી પોલીસ પણ તેઓની લોકેશન ટ્રેસ કરી શકતા ન હતા.
ચાર મોબાઈલ અને અનેક સિમ મળી આવ્યા
ક્રાઈમ બ્રાન્ચ બદરપુર બોર્ડર ઈન્ચાર્જ સેઠી મલિકે જણાવ્યું કે,તેમની ટીમ રવિવારે એનએચપીસી મેટ્રો સ્ટેશનની પાસે ગુનાની તપાસમાં હતી.આ દરમિયાન સૂચના મળી હતી કે,ડીએલએફ એરિયામાં સ્કોર્પિયો કારમાં એક છોકરો અને એક છોકરી નકલી નંબર પ્લેટ લગાવીને બૈંક કર્મચારી બનીને લોકોને લટરીની લાલચ આપીને સાયબર ફ્રોડ કરી રહ્યા છે.તેમણે કેટલાક પોલીસ કર્મીઓને સામેલ કર્યા હતા.ટીમે તે સ્થળ પર પહોંચીને બંનેની કાર સહિત ધરપકડ કરી છે અને તેની સાથે જ પોલીસે તેમના બે સાથીઓને પણ અરેસ્ટ કર્યા છે.આરેપિયો પાસેથી 4 મોબાઈલ,કેટલાય સીમ કાર્ડ અને એકં પેન ડ્રાઈવ મળી આવી હતી.