જાપાન રઘવાયું થયું: શું યુક્રેન-રશિયા યુદ્ધમાં ઝંપલાવશે?

440

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર

યુક્રેન સામે રશિયાએ છેડેલા જંગ માટે અમેરિકા,જાપાન જેવી અનેક મહાસત્તાઓએ ચેતવણીની સાથે અનેક પ્રતિબંધો લાદ્યા છે.જોકે, મળતાં અહેવાલ અનુસાર બેલારૂસે રશિયન મિલિટ્રીને કરેલી મદદના કારણે જાપાન અકળાયું છે.

શનિવારે સવારે જ જાપાને રશિયાને સૈન્ય કાર્યવાહીમાં કરેલી મદદ બદલ બેલારૂસ પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા.જોકે હવે જાપાનના કાર્ગો શિપને બ્લેક સી (કાળા સમુદ્ર)માં કરવામાં આવેલા ટાર્ગેટથી જાપાન રઘવાયું થયું છે.

કાળા સમુદ્રમાં જાપાનના અન્ય જહાજોને સ્ટેન્ડ બાય કરાયા છે અને અન્ય માર્ગ મારફતે જાપાને નેવી અને એરફોર્સને કાળા સમુદ્રમાં પોતાના માલવાહક જહાજોના રક્ષણ માટે મોકલ્યા છે.આશંકા છે કે,જો હવે જાપાનની અસ્ક્યામતોને રશિયા કે બેલારૂસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડશે તો તેનો જડબાતોડ જવાબ ત્યાં ઉપસ્થિત નેવી અને એરફોર્સને મંજૂરી વગર જ આપવા છૂટાહાથનો દોર આપવામાં આવ્યો છે.

Share Now