નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક આભાર માનતી ટ્વિટ કરી હતી.ઉલ્લેખનીય છે કે,યુક્રેન પર રશિયાના હુમલાને પગલે અનેક ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે જેમને હેમખેમ પાછા લાવવા માટે સરકારે વિમાનની વ્યવસ્થા કરી છે.
કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદ માટે આગ્રહ પણ કર્યો હતો.
કથિત રીતે એક બંકરમાં સંતાયેલા વિદ્યાર્થીઓ દ્વારા મંદ રોશનીમાં શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં કર્ણાટક,બેંગલુરૂના બે વિદ્યાર્થીઓ યુક્રેનના ભારતીય દૂતાવાસને પોતાને બચાવી લેવા વિનંતી કરી રહ્યા છે.તેમણે કરેલા દાવા પ્રમાણે તેમને ભારતીય અધિકારીઓ તરફથી કોઈ જ મદદ નથી મળી રહી.
બેંગલુરૂની મેઘનાએ વીડિયોમાં કહ્યું હતું કે,દેશના તમામ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ભારતીયો ભોજન,પાણી, પૂરતા વેન્ટિલેશન વગરના બંકરોમાં ફસાયા છે.વધુમાં કહ્યું હતું કે, ‘અમારા માટે કોઈ વિશેષ ઉડાનની વ્યવસ્થા નથી કરવામાં આવી.અમે આ બંકરમાં રહી રહ્યા છીએ..જે વાસ્તવમાં ખૂબ કઠિન છે.અમે તમને શક્ય તેટલી ઝડપથી મદદ કરવા અનુરોધ કરીએ છીએ.’
રાહુલ ગાંધીએ ટ્વિટ કરેલા વીડિયોમાં અન્ય કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ પણ અંધારા બંકરમાં ફરતા જોવા મળે છે.વીડિયોના અંતમાં એક બાળક દેખાય છે જે પોતાને મેઘનાનો ભાઈ બતાવે છે.તે પોતાની બહેનને પાછી લાવવા મદદ માગી રહ્યો છે.