નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર : યુક્રેન પર રશિયાનુ આક્રમણ વધારે તેજ બન્યુ છે ત્યારે સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.તેઓ રશિયાના બોમ્બમારાના કારણે બેઝમેન્ટ અને અન્ડર ગ્રાઉન્ડ શેલ્ટરોમાં આશરો લઈ રહ્યા છે.
બેંગ્લોરની એક વિદ્યાર્થિનીએ પોતાનો વિડિયો શેર કરીને ભારત સરકારને અપીલ કરી છે કે,અમને યુક્રેનમાંથી બહાર કાઠવામાં આવે.તે આગળ કહે છે કે, છેલ્લા 24 કલાકથી અમને ખાવા પીવા પણ મળ્યુ નથી.બંકરમાં રહેવુ મુશ્કેલ થઈ રહ્યુ છે.
બીજી તરફ રાહુલ ગાંધીએ આ વિડિયો શેર કરીને કહ્યુ છે કે,બંકરમાં ભારતીય વિદ્યાર્થીઓને જોઈને દુખ થઈ રહ્યુ છે.ભારત સરકારને અપીલ છે કે,ભારતીય નાગરિકોને યુક્રેનથી વહેલી તકે કાઢવામાં આવે.
યુક્રેનના ખારકીવમાં ફસાયેલી અન્ય એક વિદ્યાર્થિની લક્ષ્મી કહે છે કે,અહીંયા ધડાકાના અવાજ આવી રહ્યા છે.અમે સુપર માર્કેટ સુધી એકલા જઈ શકીએ તેમ નથી.આવામાં રોમાનિયા બોર્ડર સુધી કેવી રીતે પહોંચીશું.તે 2000 કિમી દુર છે.