નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : નાટોમાં સામેલ થવા મુદ્દે યુક્રેનના અડીખમ વલણની સામે પુતિને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડ્યું છે. નાટો અને અમેરિકા જેવી મહાસત્તાઓના સહારે યુક્રેને રશિયા સામે બાથ ભીડી હતી.જોકે ગુરૂવારે રશિયાએ એકાએક જ યુક્રેન પર હુમલો કરતાં ઝેલેન્સ્કીએ યુરોપીય યુનિયન,નાટો,અમેરિકા,સંયુક્ત રાષ્ટ્ર પાસે છેલ્લા 3 દિવસમાં અનેક વખત મદદની માગણી કરી હતી.
જેના સહારે યુદ્ધ છેડાયું તેવા જ નાટો અને અમેરિકાએ રશિયા સામે પ્રત્યક્ષ બાથ ભીડવા પાછીપાની કરતાં યુક્રેન એકલું પડ્યું હતું.યુક્રેનની આ સ્થિતિ માટે વિશ્વ જગતે અમેરિકા અને નાટો અને તેમની નીતિને જવાબદાર ઠેરવતાં ભારે ફજેતી થઈ છે. ટ
અંતે અકળાયેલા બાઈડને અને યુક્રેનના રાષ્ટ્રપતિએ આપેલા સત્તાવાર નિવેદન પ્રમાણે ફ્રાંસના ઈમેન્યુએલ મૈક્રોને તાત્કાલિક મદદની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે,અનેક વખત દાદ માગ્યા બાદ ફ્રાંસ હથિયારોની સાથે અનેક પ્રકારની મિલિટ્રી મદદ માટે આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ બિડેને ‘યુક્રેનને તાત્કાલિક લશ્કરી સહાય’ માટે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જેમાં એકંદર સહાય માટે 250 મિલિયન ડોલર અને ‘સંરક્ષણ વિભાગના સંરક્ષણ લેખો અને સેવાઓ,અને લશ્કરી શિક્ષણ અને તાલીમ’ માટે 350 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.