ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે ભીષણ પૂર : આઠનાં મોત

411

– અનેક વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ
– બ્રિસબેન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષ 2011 પછીનું સૌથી ભીષણ પૂર

બ્રિસબેન : ઓસ્ટ્રેલિયાના વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા સૌથી મોટા શહેર બ્રિસબેનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે.પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પૂરને કારણે અત્યાર સુધી આઠ લોકોનાં મોત થયા છ.

બ્રિસબેન અને તેની આસપાસના વિસ્તારોમાં 2011 પછી આવેલુ આ સૌથી ભીષણ પૂર છે.2011માં ભારે વરસાદને કારણે 26 લાખ વસ્તીવાળું શહેર પાણીમાં ડૂબી ગયું હતું.2011ના પૂરને સદીમાં ફક્ત એક જ વખત જોવા મળતી ઘટના તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

ક્વીન્સલેન્ડ રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર બ્રિસબેનમાં 59 વર્ષીય એક શખ્સ ચાલીને નાની નદી પાર કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો તે દરમિયાન ડૂબી જવાને કારણે તેનું મોત થયું હતું. ક્વીસલેન્ડ ઇમરજન્સી સેવાએ ગોલ્ડ કોસ્ટ શહેરના ભાગોમાં,દક્ષિણ બ્રિસ્બેનમાં પ્રાણઘાતક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

લોકોને સુરક્ષિત સૃથળે જતા રહેવાની સલાહ આપવમાં આવી છે. ેકવીસલેન્ડ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાએ જણાવ્યું છે કે અનેક વિસ્તારોથી સંપર્ક તૂટી ગયો છે.પૂરને કારણે થયેલા તમામ મોત કવીસલેન્ડ રાજ્યમાં થયા છે અને તેનું પાટનગર બ્રિસ્બેન છે.

Share Now