તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવું અમેરિકાને ભારે પડી જશે : ચીન

357

– રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ડ્રેગન છંછેડાયું
– અમેરિકાના રાષ્ટ્રપતિએ મોકલેલું આગેવાનીમાં સૈન્ય અધિકારીઓનું ડેલિગેશન તાઇવાન પહોંચતા વિવાદ વધ્યો

બેજિંગ : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ સિૃથતિ વચ્ચે હવે અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ પણ વધી શકે છે.ચીને ખુલ્લેઆમ અમેરિકાનેધમકી આપી હતી કે જો તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કર્યું તો અમેરિકાને ભારે પડી જશે.

ચીને આધમકી એવા સમયે આપી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ રવાના કરેલું અમેરિક સૈન્ય અિધકારીઓનું ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રવાના કરેલું અમેરિકન સૈન્યનું એક ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે.

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા તાઇવાનના સમર્થનમાં આવ્યું છે.અમેરિકાના આ ડેલિગેશનનું સ્વાગત તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વૂ દ્વારા કરવામાં આવ્યું હતું.રશિયા યુક્રેન પર હુમલા કરી કબજો કરવા માગે છે તેવી જ રીતે ચીન તાઇવાન પર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં જ ચીન દ્વારા તાઇવાનના એર ડિફેંસ ઝોનમાં જઇને સૈન્યની તૈયારી ચાલુ કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.તાઇવાન અને અમેરિકા બન્ને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ યુક્રેન પર રશિયા કબજા માટે હુમલા કરી રહ્યું છે.આ જ સિૃથતિ ચીન તેના પાડોશી દેશો સાથે કરી શકે છે.

ચીન ગમે ત્યારે તાઇવાનને હડપી શકે છે.આૃથવા તેની આસપાસના વિસ્તારો પર કબજો કરી શકે છે. દરમિયાન ચીને કહ્યું છે કે જો અમેરિકાએ તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપ્યું તો ભારે પડી જશે. દરમિયાન તાઇવાને કહ્યું હતું કે આશા છે કે અમેરિકા અને તાઇવાનના સંબંધો વધુ મજબુત બનશે.

ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં અનેક દેશોના ટાપુઓ પર કબજો કરવા માગે છે.જેને પગલે તેણે અનેક વખત ઘુસણખોરી પણ કરી છે.દરમિયાન અમેરિકાના ડેલિગેશનથી અલગ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પેઓ પણ બુધવારે તાઇવાન પહોંચી રહ્યા છે.તેઓ અહીં તાઇવાનના અિધકારીઓને મળશે.

Share Now