અમે હિટલરને પણ સ્થાન નહોતુ આપ્યુ, પેરિસના મ્યુઝિયમે પુતિનનુ સ્ટેચ્યુ હટાવી દીધુ

166

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : યુક્રેન પર આક્રમણ કરીને પશ્ચિમના દેશોની નજરમાં વિલન બની જનાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની તુલના હવે હિટલર સાથે થઈ રહી છે.

યુરોપમાં પુતિન સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને ફ્રાંસની રાજધાની પેરિસ ખાતેના ગેવિન મ્યુઝિયમે પણ પુતિનની સરખામણી હિટલર સાથે કરી છે.

મ્યુઝિયમે પુતિનનુ વેક્સ સ્ટેચ્યુ હટાવી દીધી છે અને ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં મ્યુઝિયમના ડાયરેકટરે કહ્યુ હતુ કે,રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે.અમે ગેવિન મ્યુઝિયમમાં ક્યારેય હિટલર જેવા તાનાશાહને જગ્યા નથી આપી અને અમે પુતિનને પણ રાખવા માંગતા નથી.

પુતિન સામે યુરોપની સાથે સાથે રશિયામાં પણ દેખાવો થઈ રહ્યા છે.અત્યાર સુધીમાં 7000 રશિયન લોકોની પોલીસ દ્વારા દેખાવો બદલ ધરપકડ કરવામાં આવી છે.

Share Now