શું હવે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ પુતિનને યુધ્ધ રોકવા માટે નિર્દેશ આપે? યુક્રેન મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગાજ્યો

168

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો પડઘો આજે સુપ્રીમ કોર્ટમાં પડ્યો હતો.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધાયુ છે ત્યારે રોમાનિયા બોર્ડર પર ફસાયેલા કેટલાક ભારતીયો તરફથી એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

પિટિશન કરનારના વકીલે કહ્યુ હતુ કે,30 વિદ્યાર્થીઓ બોર્ડર પર ફસાયેલા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર રોમાનિયાથી ફ્લાઈટનુ સંચાલન કરે…

ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે,આવામાં કોર્ટ શું કરી શકે છે..શું કોર્ટ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુધ્ધ રોકવા માટે સૂચના આપે? સરકાર તો પોતાનુ કામ પહેલેથી કરી જ રહી છે.

સુપ્રીમ કોર્ટે જોકે ભારત સરકારના એટોર્ની જનરલને કહ્યુહ તુ કે,વિદ્યાર્થીઓે બહાર કાઢવામાં સરકાર મદદ કરે પણ સાથે સાથે એમ પણ કહ્યુ હતુ કે,યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં કોર્ટ કશું કરી શકે તેમ નથી.પિટિશન કરનારાના વકીલે દાવો કર્યો હતો કે,વિદ્યાર્થીઓને રોમાનિયામાં પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે.આકરી ઠંડીમાં વિદ્યાર્થીઓ ફસાયા છે

વકીલે કહ્યુ હતુ કે,ભારત સરકારની ફ્લાઈટો હંગેરી અને પોલેન્ડથી ભારતીયોને લાવી રહી છે અને રોમાનિયાથી નહીં. ત્યારે કોર્ટે કહ્યુ હતુ કે,અમને બધા સાથે સહાનુભુતિ છે પણ તેમાં કોર્ટ શું કરી શકે…

Share Now