ભારતમાં 87 ટકા પુરૂષો માને છે કે પત્નીએ પતિનું કહ્યુ કરવું જ પડે

175

– સ્ત્રીઓને સમાન અધિકારો આપવા પણ પતિઓની તરફેણ
– ભારતની સત્તર ભાષામાં પ્યુ રિસર્ચ સેન્ટરે સંશોધન કર્યું

વોશિંગ્ટન : ભારતમાં 87 ટકા પતિઓ માને છે કે પત્નીએ પતિનો આદેશ માનવો જ પડે.ભારતમાં પતિઓ પરંપરાગત જાતિ આધારિત ભૂમિકાને ટેકો આપે છે પણ સાથે સાથે મહિલાઓને પણ પુરૂષો જેવા જ અધિકાર હોવા જોઇએ તેમ તેઓ માને છે.તમામ પરિસ્થિતિઓમાં પત્નીઓએ પતિનું કહ્યુ માનવું જોઇએ તેમ 61 ટકા મહિલાઓએ અને 64 ટકા પુરૂષોએ જણાવ્યું હતું.

અમેરિકન થિન્ક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરે જારી કરેવા અહેવાલ અનુસાર દસમાંથી આઠ પુરૂષોએ મહિલાઓને પુરૂષો જેવા સમાન અધિકાર મળે તેને મહત્વની બાબત ગણાવી હતી.પણ સૅજોગો અનુસાર પુરૂષોને પણ મોખરે રાખવા જરૂરી છે.

કોરોના મહામારી પૂર્વે 2019માં 29,999 ભારતીયોને મળી આ સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા.સ્થાનિક ઇન્ટરવ્યુઅર્સ દ્વારા ભારતની સત્તર ભાષામાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

જ્યારે નોકરીઓ ઓછી હોય ત્યારે પુરૂષોને નોકરી મેળવવાનો અધિકાર મહિલાઓ કરતાં વધારે હોવો જોઇએ કે કેમ તે સવાલના જવાબમાં 80 ટકાએ હા પાડી હતી. આ સંશોધનમાં ભારતીયોએ મહિલાઓ અને પુરૂષો એકસમાન સારા રાજકીય નેતાઓ બની શકે છે તે બાબતે 55 ટકાએ સંમતિ દર્શાવી હતી.

જ્યારે 14 ટકાએ પુરૂષો કરતાં મહિલાઓ સારી રાજકીય નેતા બની શકે તેમ જણાવ્યું હતું. 25 ટકા પુરૂષોએ મહિલાઓ કરતાં પુરૂષો બહેતર રાજકીય નેતાઓ બની શકે તેમ જણાવ્યું હતું.ભારતીયોઓએ ઇન્દિરા ગાંધી,મમતા બેનરજી અને સુષ્મા સ્વરાજના ઉદાહરણો આપીને ભારતીયોએ મહિલાઓને રાજકીય નેતાઓ તરીકે સ્વીકારી છે.

અહેવાલમાં જણાવાયુ છે કે મોટાભાગના ભારતીયો એમ કહે છે કે પુરૂષ અને મહિલાઓએ કોટુંબિક જવાબદારીઓ વહેંચી લેવી જોઇએ પણ તેઓ વ્યવહારમાં તેઓ પરંપરાગત મહિલા અને પુરૂષોની ભૂમિકાને ટેકો આપે છે. જ્યારે બાળકોની વાત આવે ત્યારે 94 ટકાએ જણાવ્યું હતું કે પરિવારમાં એક પુત્ર તો હોવો જ જોઇએ જ્યારે 90 ટકાએ પુત્રી હોવી જોઇએ તેમ જણાવ્યું હતું.

Share Now