– વિદેશી કામદારોનું શોષણ રોકી શકાશે તેવો દાવો
– નવા કાયદા મુજબ હાઈ-સ્કીલ્ડ અમેરિકન જોબ્સનું રક્ષણ કરવામાં આવશે
વોશિંગ્ટન: એચ-વનબી વિસા અને એલ-વન વિસા કાર્યક્રમનો સર્વગ્રાહી ઉપયોગ રોકવા પ્રભાવશાળી સેનેટરોએ યુએસ સેનેટમાં બિલ રજૂ કર્યુ છે.તેઓની દલીલ છે કે તેનાથી અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ થશે અને લોકપ્રિય વિઝા કાર્યક્રમનો દૂરુપયોગ કરનારી ક્વોલિફાઇડ અમેરિકનોને હાઇ-સ્કીલ્ડ જોબ્સથી વંચિત રાખનારી વિદેશી આઉટસોર્સિંગ કંપનીઓ પર પર અંકુશ લાદી શકાશે.
એચ-વનબી વિસા નોન-ઇમિગ્રન્ટ વીઝા છે.તેના હેઠળ અમેરિકન કંપનીઓને ખાસ પ્રકારના જોબ્સ માટે કે વિશેષ ટેકનિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓને લાવવાની છૂટ મળે છે.ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે આ માટે ભારત અને ચીનમાંથી હજારો વિદેશી કર્મચારીઓને હાયર કરે છે.
ભારતીયો સહિતના વિદેશી પ્રોફેશનલ્સમાં જ એચ-વન વિઝાનો પૂરેપૂરો ક્વોટા ઉપયોગમાં લેવાઈ જાય છે.એલ-વન વિઝા તે નોન-ઇમિગ્રન્ટ વિઝા છે.તે પ્રમાણમાં ટૂંકા સમયગાળા માટે હોય છે.
એચ-વનબી વિઝા અને એલ-વન વિઝા રિફોર્મ એક્ટ દ્વારા અમેરિકન કામદારો અને વિઝાધારકો સાથે છેતરપિંડી અને દૂરુપયોગ થતો અટકાવી શકાશે.તેની સાથે વિદેશી કામદારોની ભરતીને લઈને વધારે પારદર્શકતા આવશે.
એચ-વનબી અને એલ-વન વિસા રિફોર્મ એક્ટ માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ સૌપ્રથમ વખત એચ-વનબી વિઝાની વાર્ષિક ફાળવણીને અગ્રતા આપે તે જરૃરી છે.તેના લીધે અમેરિકામાં શિક્ષણ મેળવનારા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને એચ-વનબી વિઝામાં પ્રેફરન્સ મળશે.તેની સાથે ઊંચું વેતન મેળવતા અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુએસ એડવાન્સ ડિગ્રી હોલ્ડર્સને પણ અગ્રતા મળશે.
એસટીઇએમનો અર્થ થાય સાયન્સ,ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ.આ કાયદામાં એચ-વનબી કે એલ-વન વિઝાધારક દ્વારા અમેરિકન કામદારનું સ્થાન નહીં આપી શકાય તેમ જણાવાયું છે.આ જ રીતે એચ-વનબી વિઝાધારકની ભરતીથી અમેરિકન કામદાર પર કોઈપણ રીતે વિપરીત અસર ન થવી જોઈએ તેમ કહેવાયું છે.તેમા કામના સ્થળે અમેરિકન કામદારના બદલે આવનાર એચ-વનબી વિઝાધારક પણ સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની ક્ષત-વિક્ષત થયેલી ઇમિગ્રેશન સિસ્ટમમાં એચ-વનબી અને એલ-વન વિઝામાં સુધારો કરવો અત્યંત મહત્ત્વનું પાસુ છે.વર્ષોથી આઉટસોર્સિંગ કંપનીઓ આઉટસોર્સિંગ કંપનીઓકાયદાકીય ક્ષતિઓનો લાભ ઉઠાવી અમેરિકન કામદારોને નોકરી પરથી છૂટા કરીને અને વિદેશી કામદારોનું શોષણ કરે છે.આ રીતે અમેરિકન જોબ્સ બહાર જાય છે.અમારો કાયદો અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરશે.
કોંગ્રેસે એચ-વનબી અને એલ-વન વિઝા કાર્યક્રમ અમેરિકામાં હાઈ-સ્કીલ્ડ શ્રમિક બળની માંગ પૂરી કરવા બનાવ્યો હતો.અમેરિકન કામદારોને રિપ્લેસ કરવા બનાવ્યો ન હતો.