
અમદાવાદ, તા. 04 માર્ચ, 2022 : યુક્રેન ઉપર રશિયાનો હુમલો અટકવાના બદલે હવે વધારે તીવ્ર થઈ રહ્યો છે.શુક્રવારે રશિયન સેનાએ યુક્રેનના ઝેપોરઝૈય ખાતે ના પરમાણુ પ્લાન્ટ ઉપર બોમ્બવર્ષા શરૂ કરી છે.આ પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પરમાણુ વીજ પ્લાન્ટ છે અને તેના ઉપર હુમલામાં જો લીકેજ કે બ્લાસ્ટ થાય તો ભયાવહ સ્થિતિ પેદા થઈ શકે છે.
આ પ્લાન્ટ જે શહેરમાં આવેલો છે તેના મેયરે એક મેસેજ કર્યો છે કે રશિયન સેનાના રોકેટ અને બોમ્બ હુમલાના કારણે પરમાણુ પ્લાન્ટ પાસે આગ લાગી ચૂકી છે અને હું જ્વાળા જોઇ શકું છું.આ બોંબવર્ષા બંધ થવી જોઈએ.
બીજી તરફ,પરમાણુ પ્લાન્ટમાં આગના સમાચાર આવતા રાષ્ટ્પતિ બાયડેન અને યુક્રેનના ઝેલેન્સ્કી વચ્ચે પણ ટેલીફોનીક ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છ.છેલ્લા સમાચાર અનુસાર આ પ્લાન્ટ હવે બંધ કરી દેવામાં આવ્યો છે,લીકેજ થાય એવી શક્યતા હવે નથી અને રશિયા તરફથી તેના ઉપર બોંબિંગ અટકાવી દેવામાં આવ્યું છે.જોકે,આ સ્થિતિ ઉપર નજર રાખવી જ રહી.
ગુરુવારે રાત્રે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મર્કોમ વચ્ચે દોઢ કલાક મંત્રણા ચાલી હતી.આ ચર્ચા બાદ પેરિસથી સત્તાવાર નિવેદન આવ્યું હતું કે,રશિયા પોતાના ઉદ્દેશ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી યુધ્ધ ચાલુ રાખશે અને આ યુદ્ધમાં હજી વધારે ખતરો આવવાનો બાકી છે.