05 માર્ચ, 2022 શનિવાર નવી દિલ્હી : નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્રકરણમં મુખ્ય સૂત્રધાર ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણને કોર્ટમાંથી કોઈ રાહત નથી મળી.કોર્ટે તેમના દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
સ્પેશિયલ CBI કોર્ટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કો-લોકેશન કેસમાં ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચિત્રા રામકૃષ્ણને મોટો ફટકો આપ્યો છે.શનિવારે કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સેબીની તપાસમાં બહાર આવ્યું હતુ કે ચિત્રા હિમાલયન યોગીના કહેવા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન અને સંવેદનશીલ માહિતી શેર કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ NSEના પૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) આનંદ સુબ્રમણ્યમની ચેન્નાઈ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ જ હિમાલયવાળા ગુમનામ યોગીબાબા છે.આનંદ સુબ્રમણ્યમ પર NSEના કામકાજમાં દખલ કરવાનો આરોપ છે.આ સાથે તે NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને સલાહ આપતા હતા અને તેઓ તેના કહેવા પ્રમાણે જ કામ કરતા હતા.