પુતિન ઢીલા પડ્યા, યુક્રેનના બે શહેરોમાંથી લોકો નીકળી શકે તે માટે સીઝફાયરની જાહેરાત

162

મોસ્કો, તા. 5. માર્ચ. 2022 શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના 11મા દિવસે હવે રશિયન પ્રમુખ પુતિને નરમ વલણ અપનાવ્યુ છે.

શિયાએ યુક્રેનના બે શહેરો મારિયુપોલ અને વોલ્નોવાખામાં સીઝફાયરની જાહેરારત કરી છે.જેના ભાગરુપે કહેવામાં આવ્યુ છે કે,અહીંયા ફસાયેલા લોકો બહાર નીકળી જાય ત્યાં સુધી રશિયા કોઈ હુમલો નહીં કરે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સીઝફાયરના ભાગરુપે હ્યુમન કોરિડોર બનાવીને અહીંયા ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે.રશિયન સેનાએ કહ્યુ હતુ કે,સ્થાનિક સમય પ્રમાએણ 10 વાગ્યે સવારથી રશિયન સેના પોતાના હુમલા રોકી દેશે.જેથી અહીંયા ફસાયેલા લોકો શહેર છોડી શકે.

Share Now