રાજકોટ, તા. 05 માર્ચ, 2022, શનિવાર : રાજકોટમાં કમિશ્નર અમીત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને લઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તેના અંતર્ગત કમિશ્નર દ્વારા રજૂ કરાયેલ એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. 05/03/2022ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.5 તથા 5માં સમાવિષ્ટ આશ્રમ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દૂ કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.તે અન્વયે કુલ 14 સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દૂર કરી અંદાજીત 600 ચો.ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.
1. દર્શન આર.ઓ.-છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
2. બાલવી કૃપા- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
3. જળેશ્વર ડેરી ફાર્મ છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
4. પ્રકાશ મેન્સવેર- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
5. શ્રી રામ ઓટો સ્પેસ- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
6. મોર્ડન પંજાબી ચાઇનીઝ- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
7. કનૈયા ટી સ્ટોલ- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
8. ધ ફૂડીઝ ફૂડ ઝોન છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
9. માધવ ડેરી- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
10. મુરલીધર ડીલક્સ પાન & કોલ્ડ્રીકસ- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
11. ચામુંડા ફરસાણ- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
12. રંગોલી સાવેણી- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
13. શ્રીજી સેલ્સ એજન્સી- છાપરાનું બાંધકામ દુર કરેલ છે.
14. રોયલ જવેલર્સ- રેલીંગ દુર કરેલ છે.
આ કામગીરીમાં ઇસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર,સીટી એન્જીનીયર,આસી.કમિશ્નર તથા ટાઉન પ્લાનીંગ શાખા,બાંધકામ શાખા,દબાણ હટાવ શાખા,રોશની શાખા,સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા,ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.ઉપરાંત આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલો.