પેલેસ્ટાઈનઃ ભારતના રાજદૂત મુકુલ આર્યનું અવસાન, વિદેશ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

455

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : પેલેસ્ટાઈન ખાતે ભારતના રાજદૂત મુકુલ આર્યનું અવસાન થયું છે.જોકે તમના મૃત્યુના કારણ અંગે હજુ કોઈ જાણકારી સામે નથી આવી.રવિવારે ભારતીય દૂતાવાસની અંદરથી જ તેમનો મૃતદેહ મળ્યો હતો.મુકુલ આર્ય પેલેસ્ટાઈનના રમલ્લા સ્થિત ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા.વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું છે.

મુકુલ આર્યના અવસાનને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરી હતી.તેમણે લખ્યું હતું કે, ‘રામલ્લાહ ખાતે ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના અવસાનના સમાચારથી ઉંડુ દુખ અનુભવાયું છે.તેઓ પ્રતિભાશાળી અધિકારી હતા.હું તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું.’ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,તે પોતાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેથી મૃતક રાજદૂતના પાર્થિવ શરીરને અંત્યેષ્ટિ માટે ભારત લાવવાની વ્યવસ્થા કરી શકાય.

પેલેસ્ટાઈનના નેતૃત્વ દ્વારા શોક વ્યક્ત

આ દુઃખદ સમાચાર સામે આવ્યા ત્યારબાદ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને વડાપ્રધાન ડો.મુહમ્મદ શતયેહ તરફથી તમામ સુરક્ષા,પોલીસ અને સાર્વજનિક અધિકારીઓને ત્વરિત નિર્દેશ આપવામાં આવ્યા કે, તેઓ તાત્કાલિક ભારતીય રાજદૂતના આવાસ પર જાય અને મૃત્યુ અંગે ઝીણવટભરી તપાસ કરે.પેલેસ્ટાઈનના ટોચના નેતૃત્વએ રવિવારે પેલેસ્ટાઈનમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના તેમના કાર્યસ્થળે થયેલા મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું.વિદેશ મંત્રી અને પ્રવાસી મંત્રી ડો.રિયાદ અલ-મલિકીએ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર અને તેમના માધ્યમથી મિત્રવત ભારત સરકાર,રાજદૂત આર્યના પરિવાર અને તેમના સંબંધીઓ પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી.

ભારતમાં પણ કર્યું હતું કામ

2008ની બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી આર્યએ કાબુલ,મોસ્કોમાં ભારતીય દૂતાવાસોની સાથે સાથે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં પણ કામ કર્યું હતું.તેમણે પેરિસ ખાતે યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળમાં પણ કામ કર્યું હતું.આર્યએ ભારતીય વિદેશ સેવામાં સામેલ થતા પહેલા દિલ્હી વિશ્વવિદ્યાલય અને જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

Share Now