માત્ર ચલાવવું નહીં, એપ્રિલથી વાહન ખરીદવું પણ થશે મોંઘુ, જાણો કેમ?

451

– કોરોના મહામારીના બે વર્ષ બાદ પહેલીવાર તેનું પ્રીમિયમ વધશે

નવી દિલ્હી : ૧લી એપ્રિલથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં વાહન માલિકો માટે થર્ટ-પાર્ટી વ્હિકલ ઇન્સ્યોરન્સ ૧૭થી ૨૩ ટકા જેટલો મોંઘો થઇ શકે છે.કોરોના મહામારી આવ્યાના બે વર્ષ બાદ પહેલીવાર તેનું પ્રીમિયમ વધશે.

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે વીમા નિયામક ઇરડા સાથે ચર્ચા કર્યા બાદ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સના પ્રસ્તાવિત દરોની ઘોષણા કરી દીધી છે.નવા પ્રીમિયમ દરો ૧લી એપ્રિલ, ૨૦૨૨થી લાગુ થશે.હાલ દેશમાં રોડ ઉપર ચાલતા તમામ વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત છે.વાહનોની કિંમત અને ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે પ્રીમિયમના દર વધતા વાહનચાલકોને પડતા પર પાટું પડશે.

નવા પ્રીમિયમ દર અનુસાર, ૧,૦૦૦ સીસીની કારના થર્ડ પાર્ટી વીમો માટે રૂ. ૨,૦૯૪, ૧,૦૦૦ સીસીથી ૧,૫૦૦ સીસીની કાર માટે રૂ. ૩,૪૧૬ અને ૧,૫૦૦ સીસીથી વધુની કાર માટે રૂ. ૭,૮૯૭નું પ્રીમિયમ ચૂકવવુ પડશે.

જો દ્વી-ચક્રીય વાહનોની વાત કરીયે તો ૧૫૦ સીસી થી ૩૫૦ સીસી વચ્ચેના ટુ-વ્હીલર્સના થર્ડ પાર્ટી વીમા માટે રૂ. ૧,૩૬૬ અને ૩૫૦ સીસીથી વધુના ટુ-વ્હીલર માટે રૂ. ૨,૮૦૪ પ્રીમિયમ ચૂકવવો પડશે.

કોમર્શિયલ વ્હિકલના કિસ્સામાં થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ વાહનના કુલ વજનના આધારે રૂ. ૧૬,૦૪૯ થી રૂ. ૪૪,૨૪૨ની વચ્ચે હશે.હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ પર ૭.૫ ટકા ડિસ્કાઉન્ટ આકષત કરશે.ખાનગી ઇલેક્ટ્રિક કાર માટે કિલોવોટ ક્ષમતાના આધારે રૂ. ૧,૭૮૦ થી રૂ. ૬,૭૧૨ સુધીનું પ્રીમિયમ લાગશે.

Share Now