યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી

435

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે.વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના આકરા પ્રતિબંધો છતાં રશિયા તરફથી હુમલા વધુ તેજ બની રહ્યા છે. તે સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.આ કારણે સમગ્ર વિશ્વના દેશોને લોકોની નિકાસી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ બધા વચ્ચે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે.રશિયાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પ્રથમ વખત 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ફોન પર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી.ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ધ જે મતદાન થયું તેનાથી અંતર જાળવ્યું હતું.આ કારણે ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે,ભારત યુક્રેનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમર્થન આપે.જોકે ભારત આ મામલે કોઈ પણ એક પક્ષનો સાથ આપવાથી બચી રહ્યું છે.તેણે યુદ્ધના સમાધાન માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે.ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે.

Share Now