– કાશ્મીરમાં 48 કલાકમાં બીજો મોટો આતંકી હુમલો ઘાયલોમાં સુરક્ષાકર્મીઓ પણ સામેલ,હુમલાખોર આતંકીઓ ફરાર કાશ્મીરમાં આતંકીઓ 15 વર્ષ બાદ કેમિકલ વિસ્ફોટકોનો ઉપયોગ કરવા લાગ્યા,વિસ્ફોટકો પાક. દ્વારા ડ્રોનથી મોકલાયા હતા ડાયનામાઇટમાં વપરાતા નાઇટ્રોગ્લિસરીનનો ઉપયોગ કરી આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં,સૈન્ય સતર્ક
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય થઇ ગયા છે.શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલો એટલો ભિષણ હતો કે જેને કારણે 25 લોકો ઘાયલ થયા હતા.જ્યારે એક વ્યક્તિનું સૃથળ પર જ મોત નિપજ્યું હતું.ઘાયલોમાં એક પોલીસ સુરક્ષાકર્મીનો પણ સમાવેશ થાય છે.
લાલ ચોકમાં હરીસિંહ હાઇ સ્ટ્રીટ પર સાંજે ચાર વાગ્યે પોલીસ અને સૈન્યના સુરક્ષા જવાનો પર આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.જે દરમિયાન એક સૃથાનિક 70 વર્ષીય વૃદ્ધ મોહમ્મદ અસલમ મખદૂમીનું સૃથળ પર જ મોત નિપજ્યું હતું.જ્યારે 25થી પણ વધુ લોકો હુમલામાં ઘવાયા છે જેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આ હુમલાની નિંદા કરી હતી. હુમલા સમયે ભારે ભીડ હોવાને કારણે પણ મોટી સંખ્યામાં લોકો ઘવાયા છે.જોકે હુમલાખોર આતંકીઓ સૃથળ પરથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.તેઓ ક્યા આતંકી સંગઠન સાથે જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.જ્યારે હુમલાખોર આતંકીઓની ઓળખ માટે સૃથાનિક સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં આ બીજો મોટો હુમલો છે.અગાઉ કુપવાડામાં શુક્રવારે બપોરે સૈન્ય પર આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો.જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઘવાયો હતો જ્યારે બીજો નાસી છૂટયો હતો.
ત્યારે હવે શ્રીનગરના લાલ ચોક પર આતંકીઓએ ધોળા દિવસે ગ્રેનેડ હુમલો કર્યો હતો અને સુરક્ષાકર્મીઓની સાથે સાથે આમ નાગરિકોને પણ ટાર્ગેટ કર્યા હતા.જમ્મુ કાશ્મીરના રાજકીય પક્ષો દ્વારા પણ આ હુમલાની ટિકા કરવામાં આવી હતી અને હુમલાખોરોને આકરી સજાની માગ કરાઇ હતી.
બીજી તરફ એવા અહેવાલો છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હવે લિક્વીડ વિસ્ફોટકોનો ઉપયોગ કરવા લાગ્યા છે.કાશ્મીરમાં 15 વર્ષ બાદ આ પ્રકારના લિક્વીડ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા સુરક્ષા જવાનો સતર્ક થઇ ગયા છે અને મોટા પાયે આ પ્રકારના વિસ્ફોટકોને જપ્ત કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ લિક્વીડ વિસ્ફોટકો હાલમાં જ પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી કાશ્મીરમાં ઘુસાડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે તેથી સરહદ પર પણ ચાંપતી નજર રખાઇ રહી છે.હાલમાં જપ્ત કરાયેલા આ કેમિકલ વિસ્ફોટકોના સેંપલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જેને ટ્રિનિટ્રોટોલ્યૂન એટલે કે ટીએનટી આૃથવા તો નાઇટ્રોગ્લિસરીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેનો સામાન્ય રીતે ડાયનામાઇટ્સમાં ઉપયોગ થતો હોય છે. 24મી ફેબુ્રઆરીએ પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી જે વિસ્ફોટકો મોકલવામાં આવ્યા હતા તેમાં આ કેમિકલનો પણ સમાવેશ થાય છે.
કાશ્મીરના પુલવામામાંથી ચાર આતંકવાદી ઝડપાયા
જમ્મુ-કાશ્મીરના પુલાવામાં જિલ્લામાંથઈ જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે અને આ ચારેય જૈશ-એ-મોહમ્મદનામોડયુલ હેઠળ કામ કરતા હોવાની પ્રાથમિક માહિતી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલી ચારેય વ્યક્તિએ નામચીન આતંકવાદીઓ ઉસ્માન અને અબ્દુલ રહેમાન ઉર્ફે જાટને આશરો આપવાનું તેમજ ટ્રાન્સપોર્ટેશન આપવાનું કામ કર્યું હતું. આ ઉપરાત તેમના માટે હથિયારો અને દારૂગોળાની વ્યવસ્છઆ રણ ચતેમણે કરી હતી.ઉલ્લેખનીય છે કે અબ્દુલ રહેમાન વિદેશી આતંકવાદી છે.હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.