શું અમે તમારા ગુલામ છીએ? પશ્ચિમી દેશોની 22 રાજદૂતોના સંયુક્ત પત્ર પર ભડક્યા ઈમરાન ખાન

453

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈસ્લામાબાદ સ્થિત પશ્ચિમી દેશોના તે 22 રાજદૂતો પર રવિવારે નિશાન સાધ્યું હતું જેમણે છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનને યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરવાનો આગ્રહ કર્યો હતો.એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના પીએમએ રવિવારે પશ્ચિમી દેશના રાજદૂતોના આ આગ્રહ પર ભડકી ગયા હતા અને તેમને પૂછી નાખ્યું હતું કે,શું અમે તમારા ગુલામ છીએ?

તમને જણાવી દઈએ કે,યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સહિત 22 રાજદ્વારી મિશનના વડાઓએ 1 માર્ચે સંયુક્ત પત્ર જારી કરીને પાકિસ્તાનને યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરતા યુએન જનરલ એસેમ્બલીમાં ઠરાવને સમર્થન આપવા માટે આગ્રહ કર્યો હતો.આ પત્ર રાજદ્વારીઓ દ્વારા જાહેરમાં બહાર પાડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.

રવિવારે એક રાજકીય રેલીને સંબોધિત કરતા પાકિસ્તાનના પીએમે જણાવ્યું હતું કે,તમે અમારા વિશે શું વિચારો છો? શું અમે તમારા ગુલામ છીએ… કે તમે જે કહો તે અમે કરીશું?

આ કિસ્સામાં,જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન થયું, ત્યારે પશ્ચિમી દેશોના પરંપરાગત સાથી પાકિસ્તાને મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું.જનરલ એસેમ્બલીમાં મોટાભાગના દેશોએ રશિયાના પગલાની ટીકા કરી હતી અને યુક્રેન પર તેના હુમલાને ખોટો ગણાવ્યો હતો.

ઈમરાન ખાને પોતાના સંબોધનમાં પશ્ચિમી દેશોના રાજદ્વારીઓને એ પણ પૂછ્યું હતું કે,શું તમે ભારતને પણ આવી જ રીતે પત્ર લખ્યો હતો? જ્યારે ભારતે પણ UNSC અને UNGAમાં આ મામલામાં ભાગ નથી લીધો.ઈમરાન ખાને જણાવ્યું કે,યુક્રેનના કારણે પાકિસ્તાનને નુકશાન થયું છે કારણ કે,તેમણે અફઘાનિસ્તાનમાં નાટો ગઠબંધનને સમર્થન આપ્યું હતું.ખાને કહ્યું કે પાકિસ્તાન કોઈપણ જૂથમાં સામેલ નથી.

Share Now