IPL 2022: ફરીથી એક નવા અવતારમાં નજર આવ્યા એમએસ ધોની

184

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગનું શેડ્યૂલ રજૂ કરી દીધું છે.સીઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. લીગ શરૂ થવા પહેલા ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્પોર્ટસે નવો પ્રોમો લોન્ચ કર્યો છે.જેમાં એમએસ ધોની પિતાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.પ્રોમોનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.પ્રથમ પ્રોમોમાં ધોની બસ ડ્રાઈવરના ધાંસુ લુકમાં નજર આવી રહ્યા છે જે સાઉથ ઈન્ડિયન જેવું છે.

એમએસ ધોની વીડિયોમાં એક ફેમિલી સાથે આઈપીએલ મેચ જોતા નજર આવી રહ્યા છે.આ દરમિયાન ટેલિફોનની રિંગ વાગે છે અને ધોની એક મહિલાને ફોન ઉઠાવવા માટે ઈશારો કરે છે,સામે ફોન કરનાર પૂછે છે કે,પિતાજી છે? જેના પર ધોની ઈશારો કરીને કહે છે કે,એમને કહી દો આઉટ થઈ ગયા જે બાદ ફોન પર હાજર મહિલા જોર-જોરથી રડવાની એક્ટિંગ કરે છે અને કહે છે કે,પિતાજી આઉટ થઈ ગયા. ત્યાર બાદ મહિલા પૂછે છે કે,સ્ટ્રાઈક પર કોણ છે ત્યારે ધોની કહે છે કે,માહી છે.આ ટાટા આઈપીએલ છે,આ ગાંડપણ હવે સામાન્ય છે.

Share Now