– વિધાનસભા ગૃહમાં ફરી ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ
– કોંગ્રેસ MLA ચંદ્રીકાબેન બારીયાએ રાજીનામાની કરી માગ
– સુરતની ઘટનાનો ચંદ્રીકાબેને કર્યો ઉલ્લેખ
ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે.કોંગ્રેસ વિવિધ મુદ્દે રાજ્યની ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે.ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામા અંગે ફરી માંગ કરવામાં આવતાં વિધાનસભા ગૃહમાં ભારે ગરમા ગરમી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં ફરી એક વખત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામની માંગ ઉઠી હતી.આ વખતે કોંગ્રેસના MLA ચંદ્રીકાબેન બારીયાએ કરી છે.તેમણે હાલ વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ મહિલાઓ સુરક્ષીત નથી.તેમણે ગૃહમાં સુરતની બહૂ ચર્ચીત ગ્રીષ્મા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રદીપસિંહ જાડેજાએ મને ગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઇ
આ સાથે તેમણે વિધાનસભા ગૃહમાં ભાજપની જૂની સરકારના મંત્રી પ્રદીપસિંબ જાડેજા પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પ્રદિપસિંહ જાડેજાએ મને ગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ ગઈ તેમણે જણાવ્યું હતું કે, મેં વર્ષ 2007થી સુરક્ષાકર્મીની માંગ કરી હતી જે સરકારે હજી સુધી પૂરી નથી કરી આ સાથે પેપર લીક મુદ્દે સ્થાનિક ભાષામાં ગીત ગાઈ વિરોધ દર્શાવ્યો હતો.