જાણો, રશિયા-યુક્રેન યુધ્ધમાં માનવતા ધરાશયી – 202 સ્કૂલો અને 34 હોસ્પિટલો પણ હુમલાનો ભોગ બની

161

કીવ,8 માર્ચ, 2022, મંગળવાર : યુધ્ધમાં સામાન્ય રીતે હોસ્પીટલ અને સ્કૂલો જેવા માનવતાના સ્મારકો પર હુમલો કરવામાં આવતો નથી પરંતુ રશિયા દ્વારા યુક્રેનમાં થયેલા હુમલામાં 202 સ્કૂલો અને 34 હોસ્પિટલોનો નાથ થયો છે.એટલું જ નહી 1500થી વધુ આવાસ સ્થળો બરબાદ થયા છે.આ ઉપરાંત 900 જેટલા વિસ્તારોમાં વીજળી તથા પાણીની સુવિધાથી વંચિત રહી ગયા છે.મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનના 26થી વધુ ડિફેન્સ સ્થળોએ એર સ્ટાઇક કરી છે

તેના કરતા તો વધુ નુકસાન હોસ્પીટલો અને સ્કૂલોને થયું છે.હાલમાં તમામ શિક્ષણ સંસ્થાન બંધ હોવાથી શિક્ષણ સંસ્થાનમાં કોઇનું મુત્યુ થયા હોવાનું બન્યું નથી.એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર રશિયન મિસાઇલોએ કીવ પાસે એક મોટા શહેર ઝાઇટોમિરમાં એક સ્કૂલને નષ્ટ કરી નાખી છે.યુક્રેન અને રશિયા વચ્ચેનું વોર જેમ આગળ વધતું જાય છે તેમ માનવતા ભૂલાતી જાય છે.

યુક્રેન- રશિયા એક બીજા પર આરોપ મઢતા રહે છે

યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ વાર શાંતિ માટે વાતચિત થઇ છે પરંતુ પરીણામ શૂન્ય રહયું છે.યુધ્ધમાં ફસાયેલા નિદોર્ષ લોકોને બહાર કાઢી શકાય તે માટે સિવિલિયન કોરિડોર (નાગરિક ગલિયારા) બનાવવાની વાત પર સંમતિ સધાઇ તેનું પણ પુરેપુરું પાલન કરવામાં આવ્યું નથી.

બંને દેશો એક બીજા પર નિયમ ભંગ કરવાના આક્ષેપો લગાવતા રહે છે.યુરોપિયન દેશો અને અમેરિકા સાથે રશિયાના મતભેદો વધતા જાય છે આથી યુધ્ધવિરામના સંકેત જણાતા નથી.ચીની મીડિયા સીજીટીએને દાવો કર્યો કે રશિયાએ યુક્રેન અને અમેરિકા સહિતના 27 દેશોને દુશ્મન દેશોની યાદીમાં જોડયા છે જેમાં બ્રિટન સાથે જાપાનનો પણ સમાવેશ થાય છે.

Share Now