રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતીય હીરા ઉદ્યોગની ચમક ફીકી પડે તવી શક્યતા

184

– કોરોનાની મંદી પછી હીરા ઉદ્યોગ પર નવું સંક્ટ વિશ્વમાં 30 ટકા રફ હીરા પૂરા પાડતી રશિયન હીરાની ખાણ અલરોસામાંથી જ ભારતમાં પણ રફ હીરા આવે છે

કોલકાતા : યુક્રેન પર હુમલો કરવા બદલ અમેરિકા અને યુરોપિયન દેશો દ્વારા રશિયા પર મૂકવામાં આવેલા આિર્થક પ્રતિબંધોની સીધી અસર ભારતના હીરા ઉદ્યોગ પર પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પછી ભારતીય હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ફરીથી તેના પર સંક્ટના વાદળો છવાઇ ગયા છે.નાણાકીય વર્ષ 2022માં ભારતીય હીરા ઉદ્યોગની આવક 24 અબજ ડોલર રહેવાની શક્યતા છે.

રશિયાની સૌથી મોટી હીરાની ખાણ અલરોસા વિશ્વમાં 30 ટકા રફ હીરા પૂરા પાડે છે અને ભારતમા પણ મોટા ભાગના રફ હીરા ત્યાંથી જ આવે છે.ભારતમાં વિશ્વના 80 થી 90 ટકા રફ હીરાની આયાત થાય છે અને ત્યારબાદ તેને કટ અને પોલિશિંગ કરવાનું કામ કરવામાં આવે છે.

આ દરમિયાન ભારતની જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઇપીસી)ના ઇડી સબયાસાચી રોયે જણાવ્યું છે કે અત્યાર સુધી કોઇ મોટી અસર જોવા મળી નથી.જો કે કેટલીક બેંકો સાથે ફંડ ટ્રાન્સફરની સમસ્યા ઉદભવી છે.અમે સિૃથતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે.

અમે ઇચ્છીએ છીએ રશિયન હીરાની ખાણ અલરોસામાંથી રફ હીરાનો પુરવઠો બંધ ન થાય.તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું અને પ્રતિબંધો મૂકવામાં આવ્યા તે પહેલા જ આગામી બે મહિનાના ઓર્ડર મળી ગયા છે.અત્યાર સુધી પ્રાપ્ત સમાચાર મુજબ અલરોસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

Share Now