અબુ સાલેમ અંગેના અડવાણીના આશ્વાસન સાથે કેન્દ્ર સહમત છે? : સુપ્રીમ

373

– સુપ્રીમે કેન્દ્ર સરકારને જવાબ રજુ કરવા આદેશ આપ્યો અબુ સાલેમને 25 વર્ષથી વધુની સજા નહીં થાય તેવું તત્કાલિન ઉપવડાપ્રધાન અડવાણીએ પોર્ટૂગલ સરકારને આશ્વાસન આપ્યું હતું

નવી દિલ્હી : ગેંગસ્ટર અબૂ સાલેમની સજાની સમયમર્યાદાને લઇને એક મામલામાં સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકાર પાસેથી પોતાનો જવાબ માગ્યો છે.કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તત્કાલીન ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પોર્ટુગલ સરકારને તે સમયે કહ્યું હતું કે અબૂ સાલેમને 25 વર્ષથી વધુની સજા ન આપી શકાય.

પૂર્વ ઉપવડાપ્રધાનના આ આશ્ચાસનનું વર્તમાન સરકાર પાલન કરી રહી છે કે કેમ તેનો જવાબ રજુ કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો જવાબ મહત્વનો છે અને જે જવાબ રજુ કરશે તેની અસર એવા લોકોને પરત લાવવા પર થશે કે જેઓ ભાગેડુ છે અને ભારત છોડીને અન્ય દેશમાં જતા રહ્યા છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલે સીબીઆઇ દ્વારા જે જવાબ રજુ કરવામાં આવ્યો છે તે સંતોષકારક નથી.જેમાં સીબીઆઇએ કહ્યું છે કે અબૂ સાલેમના પ્રત્યાર્પણ દરમિયાન ભારત સરકાર તરફથી પોર્ટૂગલ સરકારને જે આશ્વાસન આપવામાં આવ્યું હતું તે ભારતીય કોર્ટોમાં બંધનકર્તા નથી.

ન્યાયાધીશ એસકે કૌલ અને એમએમ સુંદરેશની બેંચે કેંદ્રીય ગૃહ મંત્રાલયને એક સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે જેમાં સરકારે એ જવાબ આપવાનો રહેશે કે તત્કાલીક પૂર્વ ઉપવડાપ્રધાન એલ કે અડવાણીએ અબૂ સાલેમના પ્રત્યાર્પણ સમયે એવું આશ્વાસન આપ્યું હતું કે અબૂ સાલેમને 25 વર્ષથી વધુની સજા ન થવી જોઇએ.

Share Now