નવી દિલ્હી, તા. 09 માર્ચ 2022, બુધવાર : યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ ભારત સહિત પાડોશી દેશોના વિદ્યાર્થીઓને બહાર કાઢી રહી છે.ભારત સરકારે બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન સહિત કેટલાંય બીજા દેશોની મદદ કરી છે અને તેમને યુદ્ધક્ષેત્રમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.આ દરમિયાન એક પાકિસ્તાની વિદ્યાર્થીની આસમા શફીકે ભારત સરકારના ખૂબ જ વખાણ કર્યા હતા.
એક વીડિયોમાં આસમાએ કહ્યું કે,હું યુક્રેન સ્થિત ભારતીય એમ્બેસીની ખૂબ આભારી છું.એમે ખૂબ જ ખરાબ હાલતમાં હતા પરંતુ તેમણે અમને સુરક્ષિત બહાર કાઢ્યા છે.હું ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો પણ મદદ માટે ધન્યવાદ માનું છું.ભારતીય એમ્બેસીના કારણે અમે સુરક્ષિત પરત ફરી રહ્યા છીએ.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાંથી 9 બાંગ્લાદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.અહેવાલ પ્રમાણે ઓપરેશન ગંગા હેઠળ નેપાળ અને ટ્યુનેશિયાના વિદ્યાર્થીઓને પણ બચાવવામાં આવ્યા છે.