નવી દિલ્હી, તા. 09 માર્ચ, 2022, બુધવાર : પૂર્વ PM રાજીવ ગાંધી ના હત્યારા એજી પેરારીવલન ને જામીન મળી ગઈ છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે એજી પેરારીવલનને જમાનત આપી હતી.હકીકતમાં પેરારીવલનના વકીલે અદાલતમાં ફરિયાદ કરી હતી કે,તેમનો અસીલ પેરોલ પર છે.જોકે,પેરોલ પર હોવા છતાં તેને ન તો ઘરની બહાર નીકળવાની કે ન તો કોઈને મળવાની પરવાનગી છે.સર્વોચ્ચ અદાલત વિચારણા કરી રહી હતી કે,શું તેમણે પેરારીવલનને જામીન આપવા જોઈએ,કારણ કે,તમિલનાડુના રાજ્યપાલે હજુ સુધી દોષિતને જેલમાંથી મુક્ત કરવાની તેમની અરજી પર નિર્ણય નથી સંભળાવ્યો.
બીજી તરફ કેન્દ્રએ પેરારીવલનની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે,ભૂતપૂર્વ વડા પ્રધાનના હત્યારાના અનુરોધ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ યોગ્ય અધિકારી છે.આ કેસમાં 19 વર્ષની વયે ધરપકડ કરાયેલા પેરારીવલનને મે 1999માં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.તેમના પર ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનાર બેલ્ટ બોમ્બને ટ્રિગર કરવા માટે ઉપયોગમાં લેવાતી 8-વોલ્ટની બેટરી ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 2014 માં તેણીની અને અન્ય બે મુરુગન અને સંથન(બંને શ્રીલંકી)ની સજાને તેમની દયાની અરજીઓની લાંબી પેન્ડન્સીને કારણે આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.