તા.10 માર્ચ, ગુરુવાર : હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટકની શરુઆત થઇ જાય છે.માન્યતા અનુસાર હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.હોલિકા દહન સુધી હોળાષ્ટક ચાલુ રહે છે.એવું કહેવાય છે કે,હોલિકા દ્વારા ભક્ત પ્રહલાદને બાળી નાખ્યા પછી શરૂઆતના આઠ દિવસ સુધી તેમને ખૂબ જ યાતનાઓ આપવામાં આવી હતી,તેથી આ આઠ દિવસ અશુભ માનવામાં આવે છે અને તેથી જ કોઇ પણ મંગલકાર્ય પણ થતા નથી.
તમામ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર હોય છે
હોળાષ્ટકના સમયે હોળીના આઠ દિવસ પહેલા સુધી તમામ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર હોય છે.હોલિકા દહન ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા પર થાય છે,તે દિવસ સુધી તેને હોલાષ્ટક માનવામાં આવે છે.
હોલાષ્ટક શબ્દ હોળી અને અષ્ટકને મળીને બન્યો છે. એટલે હોળીના આઠ દિવસ. હોળાષ્ટકના દિવસોમાં લગ્ન,મુંડન,ગૃહ પ્રવેશ,મકાન અને વાહનની ખરીદી પર પ્રતિબંધ છે.ફાલ્ગુન મહિનામાં પૂર્ણિમાના દિવસે હોલિકા પોતે બળી ગઈ હતી પરંતુ પ્રહલાદ બચી ગયા હતા.હોલાષ્ટક દરમિયાન લગ્ન,મુંડન,નામકરણ,સગાઈ સહિત 16 સંસ્કારો પર પ્રતિબંધ છે.હોલાષ્ટકના સમયે કોઈ યજ્ઞ,હવન વગેરે ન કરવા જોઈએ. હોળાષ્ટકના સમયમાં નોકરીમાં ફેરફાર કરવાનું ટાળવું જોઈએ અને નવો ધંધો શરૂ ન કરવો જોઈએ.આ સમય દરમિયાન ભજન,કીર્તન, પૂજા જેવા કાર્યો કરી શકાય છે.
ઉપવાસ માટે સારો સમય
હોલાષ્ટક ઉપવાસ,પૂજા અને હવનની દૃષ્ટિએ આ સમય સારો માનવામાં આવે છે.આ દિવસોમાં દાન અવશ્ય કરવું જોઈએ.હોલાષ્ટકમાં સ્વચ્છતા અને ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ.આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરો.હોલાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે.
ગણેશજીની પુજા ફળદાયી
હોળાષ્ટકના સમયે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે.હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો.હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવદંપતીઓને હોળાષ્ટકના દિવસોમાં માતૃગૃહમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ,જો કોઇ વ્યક્તિ હોલાષ્ટક દરમિયાન માંગલિકત કાર્યો કરે છે,તો તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ સાથે જડ અકાલ મૃત્યુનો પણ ભય રહે છે.એટલે જ હોલાષ્ટકની અવધિને શુભ માનવામાં નથી આવ્યો.