જાણો, 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા આ દિગ્ગજે પંજાબમાં કોંગ્રેસના ભૂંડા પરાજયની આગાહી કરેલી

383

10 માર્ચ,2022,ગુરુવાર : કોંગ્રેસ પાસે પંજાબ એક મજબૂત રાજય ગણાતું હતું તે પણ ગુમાવ્યા પછી સિંગલ સત્તા માત્ર રાજસ્થાન અને ઝારખંડમાં જ રહી છે.પાંચ રાજયોનીચુંટણીમાં એક પણ રાજયમાંથી કોંગ્રેસ માટે ગૂડ ન્યૂઝ નથી.પ્રિયંકા ગાંધીનો ધુંઆધાર પ્રચાર છતાં ઉત્તરપ્રદેશની 403 બેઠકોમાંથી માત્ર 3 બેઠકો મળી રહી છે.જો કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ આજકાલ નહી ઘણા વર્ષોથી જનાધાર ગુમાવી ચૂકી છે પરંતુ પંજાબમાં ભૂંડી હાર મોટું રાજકિય નુકસાન છે.

પંજાબમાં કોંગ્રેસે 117 માંથી માત્ર 17 બેઠકો જીતી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિધુ,પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દસિંહ અને પછીથી નવા મુખ્યમંત્રી બનાવાયેલા ચરણજીતસિંહ ચન્ની વચ્ચે જુથવાદ અને મતભેદ ચાલતા હતા.કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં સરકારની કામગીરી અને જૂથવાદના કારણે અનેક રાજકિય પંડિતોએ ચેતવણી આપી હતી

પરંતુ પંજાબ થી 3 વાર સાંસદ અને યુપીએ સરકારમાં કાયદામંત્રી રહી ચૂકેલા અશ્વિનીકુમારે ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસ પક્ષ છોડયો ત્યારે સ્પષ્ટ ભવિષ્યવાણી ભાખી હતી કે પંજાબ વિધાનસભા ચુંટણીમાં કોગ્રેસનો ઘોર પરાજય થશે અને આમ આદમી પાર્ટીની જીત થશે.તેમણે એમ પણ કહયું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં એક સમયે અકાલીદળ અને કોંગ્રેસનો પ્રભાવ જોવા મળતો હતો તેના સ્થાને હવે નવા ઉમેદવારોને સમર્થન મળી રહયું છે.

કોંગ્રેસમાં 46 વર્ષ સુધી સેવા આપનારા આ દિગ્ગજ નેતાની આ ભવિષ્યવાણી એકદમ સટિક સાબીત થઇ છે.કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો અને વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે બેઠકો પર ઉમેદવાર હતા,આ બંને બેઠક પર પરાજય થયો છે.એક સમયના કોંગ્રેસી જેમને નવો પક્ષ રચ્યો તે કેપ્ટન અમરિંદરસિંહ ખુદ પોતાની પરંપરાગત પટિયાલાની સીટ બચાવી શકયા નથી.આ ધૂરંધરોને ખૂબજ સામાન્ય ગણાતા ઉમેદવારોએ હરાવ્યા છે.

Share Now