– ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટના બાદ લખીમપુરમાં ભાજપ સામેનો વિરોધ મતોમાં ન ફેરવાયો, 2017 જેવી સ્થિતિ યથાવત
લખીમપુર ખીરી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટનાથી સમગ્ર દેશમાં વિવાદ થયો હતો.જોકે આ વિસ્તારમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાઇ તેના પરીણામો ચોંકાવનારા છે.
આ વિસ્તારમાં આવેલી આઠ વિધાનસભાની બેઠકો પર ભાજપે જીત મેળવી લીધી છે.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીશ મિશ્રા લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી છે.આ વિસ્તારમાં ભાજપ સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.વિપક્ષે પણ ભારે હોબાળો મચાવ્યો હતો.
જોકે આ વિરોધ પ્રદર્શનો મતમાં નહોતા બદલાયા,જેને પગલે ભાજપની તરફેણમાં મત પડયા છે અને બધી બેઠકો જીતી લીધી છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં લખીમપુર ખીરી વિસ્તારની આઠ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી,તેથી આ વખતે આટલો વિવાદ છતા ભાજપે જીત યથાવત જાળવી રાખી છે.