વિપક્ષો એક થઇને ગોવામાં લડયા હોત તો ભાજપ માટે ફાંફા પડી જાત

445

– તૃણમૂલ કોંગ્રેસને ગોવામાં એક પણ બેઠકના મળી,બદનામી મળી મમતા બેનરજી પક્ષ પલ્ટુઓ માટે નાણા કોથળી ખુલ્લી મુકી દીધી હતી. પરંતુ બધું પાણીમાં ગયું હતુ

ગોવા વિધાનસભાના જંગ પર તૃણમુલ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,સ્થાનિક પાર્ટી વગેરેએ આક્રમણ કર્યું હતું.પ્રચારમાં તીવ્ર રસાકસી બાદના પરિણામોએ ભાજપના હાથમાં સત્તા સોંપી દીધી છે.બપોર સુધીના ટ્રેન્ડ અનુસાર ભાજપને 20 જેટલી બેઠકોે મળી છે.

બહુમતી માટે ભાજપને 21 બેઠકો જોઇએ.ભાજપ માટે એક બેઠક ખેંચી લાવવી આસાન છે.ગઇ વિધાનસભામાં ભાજપ પાસે 13 બેઠકો હતી છતાં તડજોડના ત્વરીત સમિકરણો રચીને સરકાર રચી હતી.કોંગ્રેસના આળસુ નેતાઓએ ગોવા પહોંચવામાં વાર લગાડી હતી અને ભાજપના નેતાઓ એપરેશન કરી નાખ્યું હતું.

વિપક્ષો એક ના થઇ શક્યા

કહે છેકે વિપક્ષો એક થઇને ગોવામાં લડયા હોત તો ભાજપ માટે ફાંફા પડી જાત પરંતુ દરેક પક્ષ પોતાનું એક અલગ રાજ્ય મેળવવા મથતા હતા.આ પક્ષોએ એક બીજાના વોટ તોડયા હતા જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો.પશ્ચિમ બંગાળમાં મજબૂત તૃણમૂલ કોંગ્રેસ ગોવામાં એક પણ બેઠક મેળવી શકી નથી.તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે એક બીજા સામે ઉમેદવારો ઉભા રાખીને પોતાના વોટ તોડયા હતા.

મમતાનું જોર ના ચાલ્યું

તૃણમૂલે ગોવામાં બધીજ પ્રમિયમ જગ્યાઓ પર મમતા બેનરજીના મોટા કટઆઉટ મુકીને હમ આ રહે હૈ જેવા સ્લોગન મુક્યા હતા.તેમની સાથે આમ આદમી પાર્ટીએ પણ બેનરો માર્યા હતા.આ બંને પક્ષોએ કરોડોનું આંધણ કર્યું હતું જે બોકાર ગયું છે.મમતા બેનરજીે પક્ષ પલ્ટુઓ માટે નાણા કોથળી ખુલ્લી મુકી દીધી હતી.પરંતુ બધું પાણીમાં ગયું હતું.

ગોવા નાનું રાજ્ય છે.છતાં તેના પર શાસન કરવા તૃણમૂલ કોંગ્રેસે સક્રીયતા બતાવી હતી.મમતા બેનરજી પશ્ચિમ બંગાળની બહાર એકાદ રાજ્ય પર સત્તા મેળવવા મથતા હતા પરંતુ ફેલ ગયા છે.મમતા બેરજી હજુુ ત્રીજા મોરચો રચી શક્યા નથી.તે પોતેજ સંભવિત ત્રીજા મોરચાના વડા પ્રધાન પદના ઉમેદવાર હોવાનું ધોષિત કરી રહ્યા છે.

ગોવાની સલાહ મમતાને કોણે આપી?

ગોવામાં કોની સલાહથી મમતો જંગમાં ઝૂકાવ્યું તે તો ખબર નથી પણ મમતા ભાજપ સાથે સીધી ફાઇટ કરવા માંગતા હતા પરંતુ આમ આદમી પાર્ટીએ બાજી બગાડી હતી અને કોંગ્રેસે જોડાણ કરવાની તૈયારી બતાવી નહોતી.કહે છે કે ચૂંટણી વ્યૂહ રચના કરનાર પ્રશાંત કિશોરે મમતાને ગેરમાર્ગે દોરીને હારનો અનુભવ કરાવ્યો હતો.

કોંગ્રેસનું નબળું સંગઠન

ગોવામાં કોંગ્રેસનું સંગઠન નબળું હતું અને તેના વોટ તૃણમલ કોંગ્રેસે તોડયા હતા.પ્રિયંકા ગાંધી ગોવામાં જાહેર સભા સંબોધવા ગયા તેજ દિવસે કોંગ્રેસના બે સભ્યોે પક્ષ પલ્ટો કર્યો હતો.કોંગ્રેસને ખબર હતીકે સંગઠન નબળું છે છતાં તેને મજબૂત કરવા કોઇ પ્રયાસો નહોતા કર્યા અને જાહેર સભા કરે રાખી હતી.ચૂંટણી વ્યૂહ રચનામાં કોંગ્રેસ નબળી જોવા મળી હતી.

ગાવોમાં કોંગ્રેસે ચૂંટણી લડવાના પૈસા પણ ઉમેદવારોને હોતા આપ્યા. કોંગ્રેસના બેનરો પણ ગોવામાં દેખાતા નહોતા.આટલી બધી ઉણપ હોવા છતાં કોંગ્રેસને 10 બેઠકો મળી હતી.કોંગ્રેસે એકાદ રાજ્ય પર જીત મેળવવા ધ્યાન કેન્દ્રીત કરીને ગોવાને પસંદ કર્યું હોત તો તે ગોવા જીતી શકત.કોંગ્રેસની હાર ઉત્તર પ્રદેશમાં નિશ્ચિત હતી છતાં તેણે ત્યાં વધુ સમય આપ્યો હતો.

મફત સવલતોની લ્હાણી કામ ના આવી

આ વખતે તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગોવા કબજે કરવા જોર બતાવ્યું હતું અને મફત સવલતોની લ્હાણી કરી હતી પરંતુ ગોવાના મતદારોે તેમને પાછા ફરવાનો દરવાજો બતાવી દીધો હતો. ગોવાના પરિણામોની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર પડવાની છે.

Share Now