ભારત પાસે અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ સાચવવાની ક્ષમતા નથી, પાકિસ્તાને ડંફાસ હાંકી

188

ઈસ્લામાબાદ, તા. 12. માર્ચ. 2022 શનિવાર : ભારતની મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં જઈને પડેલી ઘટનામાં ભારતે ખેદ વ્યક્ત કર્યો છે.

જોકે પાકિસ્તાનને આ ઘટનાના કારણે ડંફાસ હાંકવાનો મોકો મળી ગયો છે.પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર મોઈદ યુસુફે શેખી હાંકતા કહ્યુ છે કે,ભારતની સંવેદનશીલ મિસાઈલ ટેકનોલોજી સંભાળવાની ક્ષમતા પર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.

તેમણે કહ્યુ હતુ કે,ભારતે આ ઘટનાની જાણકારી પાકિસ્તાનને આપવાની જહેમત પણ ઉઠાવી નહોતી.આ મિસાઈલનો ફ્લાઈટ પાથ આંતરરાષ્ટ્રિય અને પાકની ઘરેલુ એરલાઈન્સના ફ્લાઈટ પાથની બહુ નજીક હતો અ્ને તેનાથી નાગરિકોની સુરક્ષાને પણ ખતરો પેદા થઈ શક્યો હોત.

યુસુફે કહ્યુ હતુ કે,બંને દેશો જ્યારે ન્યુક્લિયર હથિયારો ધાવે છે ત્યારે આ પ્રકારની બેદરકારી ભારતીય વેપન્સ સિસ્ટમની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે.દુનિયાએ વિચારવાનીજ રુર છે કે,ભારત પોતાની વેપન્સ સિસ્ટમની સુરક્ષા કરી શકે તેમ છે ખરુ…

તેમણે ભારતમાં થોડા સમય પહેલા બહાર આવેલી યુરેનિયમની દાણચોરીની ઘટનાઓને યાદ દેવડાવીને કહ્યુ છે કે, પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતના બેજવાબદાર વ્યવહાર પર દુનિયાનુ ધ્યાન દોર્યુ છે અને દર વખતે દુનિયાએ આ બાતની અવગણના કરી છે.

ઉલ્લેખનીય છે કે,ભારતની આ મિસાઈલ પર વોરહેટ એટલે કે બોમ્બ ફિટ નહોતો કરેલો.આ મિસાઈલ 9 માર્ચે સાંજે 6-30 વાગ્યે પાકિસ્તાનમાં 120 કિલોમીટર અંદર ખાબકી હતી.ભારતે હવે આ મુદ્દે ખેદ વ્યક્ત કર્યો છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Share Now