સચિન પાયલોટ બનશે નવા કોંગ્રેસ અધ્યક્ષ? કોંગ્રેસમાં તેજ બની અટકળો

460

નવી દિલ્હી,તા.12.માર્ચ.2022 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા તેજ બની છે.

કોંગ્રેસમાં જી 23 તરીકે ઓળખાતા નેતાઓના જૂથની એક બેઠક ગઈકાલે ગુલામનબી આઝાદના ઘરે મળી હતી.એ પછી આ ગ્રૂપે સચિન પાયલોટને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માટે માંગ કરી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

જાણકારોના કહેવા પ્રમાણે કોંગ્રેસને યુવા નેતૃત્વની જરુર છે અને જો રાહુલ ગાંધી અધ્યક્ષ બનવાની ના પાડે તો આ પદ માટે સચિન પાયલોટ સક્ષમ દાવેદાર બની શકે છે.

પાયલોટ જમીન પર કામ કરનારા નેતા છે અને તેઓ લોકોને સાથે લઈને ચાલી શકે છે.રાજસ્થાનમાં તેમણે કોંગ્રેસને મજબૂત કરવાનુ કામ કર્યુ છે.તેમની પાસે યુવા કાર્યકરોનો સપોર્ટ પણ છે.આ સંજોગોમાં તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે,લોકસભાની 2019ની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને્ એ પછી આ પદ પર સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે.2024 સુધી તેમને કાર્યકારી અધ્યક્ષ તરીકે રાખવાનો નિર્ણય લેવાયેલો છે.

Share Now