કોંગ્રેસી નેતા શશિ થરૂરે 4 રાજ્યોમાં ભાજપની જીતનો શ્રેય આ વ્યક્તિને આપ્યો

406

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022, સોમવાર :કોગ્રેંસી નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કહ્યું કે,તેઓ એક ડાયનામિક વ્યક્તિ છે.તેમણે ઘણું બધું એવું કર્યું છે જે રાજકારણના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઓછું જોવા મળે છે.શશિ થરૂરે બીજેપી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં મળેલી જીતનું ક્રેડિટ પણ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું છે.જોકે,તેમણે પીએમ મોદીના નકારાત્મક પાસા પણ જણાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે,તેમની કાર્યશૈલી દેશને જાતિ,ધર્મ,સંપ્રદાયના નામે વહેંચવાનું કામ કરે છે તે સમાજ માટે ઝેર સમાન છે.

તેમણે જણાવ્યું કે,આ તેમના એકલાનું નહીં પરંતુ તેમની પાર્ટી અને પરિવારનું કામ છે.તેમની નજરમાં માત્ર શ્રીરામ બોલવા વાળા જ હિન્દુ છે.જ્યારે કોઈના વિશ્વાસને લઈને સવાલ ઉઠાવવામાં આવે તો તે ખોટું છે.તે દેશમાં ચિંતાનો વિષય પણ છે.કોંગ્રેસ નેતાએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતીય મતદારોએ હંમેશા આશ્ચર્યચકિત કર્યા છે અને ભાજપને પણ એક દિવસ તેની જાણ થશે.

થરૂરની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,ગોવા,પંજાબ અને મણિપુરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની પૃષ્ઠભૂમિમાં આવી છે.થરૂરે જયપુર સાહિત્ય મહોત્સવ (JLF)માં જણાવ્યું કે,કોંગ્રેસ ઉત્તરાખંડ અને ગોવામાં વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.અમારી પાસે એકલી સૌથી મોટી પાર્ટી બનવાની ઘણી સારી તકો હતી.

Share Now