ફ્લિપકાર્ટે લોન્ચ કરી સસ્તા ACની રેન્જ, 25 હજાર રૂપિયાથી ઓછી છે શરૂઆતની કિંમત

390

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022 સોમવાર : ઉનાળા પહેલા બ્રાન્ડ્સે તેમના ઉત્પાદન પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. ફ્લિપકાર્ટની બ્રાન્ડ MarQ એ નવું AC લોન્ચ કર્યું છે.કંપનીએ 4 in 1 કન્વર્ટિબલ એર કંડિશનર લોન્ચ કરવામાં આવ્યું.કંપનીના જણાવ્યા અનુસાર આ મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ છે.આ મલ્ટી પર્પઝ એર કંડિશનર 5 વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે.

Flipkart MarQ 4 in 1 કન્વર્ટિબલ AC રૂ. 24,499 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.આમાં તમને ઘણા સ્માર્ટ ફીચર્સ મળે છે.જે ઘણા સામાન્ય AC માં નથી.આ એસીમાં એડજસ્ટેબલ કૂલિંગ મિકેનિઝમ ઉપલબ્ધ છે જેના કારણે તમને ઓછા પાવર વપરાશમાં મહત્તમ આરામ મળશે.

કંપનીએ 0.8 ટનથી 1.5 ટન સુધીની ક્ષમતાવાળા 5 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે.આ તમામ મોડલ ઇકો ફ્રેન્ડલી રેફ્રિજન્ટ,ઇન્વર્ટર કોમ્પ્રેસર ટેક્નોલોજી અને બ્લુ ફિન ટેક્નોલોજી સાથે આવે છે.જે ACમાં સારી કોઇલ પ્રોટેક્શન આપે છે અને ઉત્તમ ઠંડક ઉપલબ્ધ છે.કંપનીના જણાવ્યા અનુસાર આ AC માટે તમારે પાવર સ્ટેબિલાઈઝરની જરૂર નહીં પડે.

કિંમત કેટલી છે?

Flipkart MarQ 4-in-1 કન્વર્ટિબલ એર કંડિશનર 24,499 રૂપિયાથી શરૂ થાય છે.આ કિંમતે તમને 0.8 ટનની ક્ષમતાવાળું 3 સ્ટાર AC મળશે.જ્યારે 1 ટન ક્ષમતાવાળા 3 સ્ટાર વેરિઅન્ટની કિંમત 25,990 રૂપિયા છે,જ્યારે 1.2 ટનના મોડલની કિંમત 27,490 રૂપિયા છે.

Flipkart MarQ ના 1.5 ટન ક્ષમતા અને 3 સ્ટાર રેટિંગ વેરિઅન્ટની કિંમત રૂ. 28,490 છે, જ્યારે તેના 5 સ્ટાર રેટેડ મોડલની કિંમત રૂ. 31,490 છે.

MarQ નો ફોન પણ લોન્ચ કરવામાં આવ્યો છે

ગયા વર્ષે ફ્લિપકાર્ટે MarQ બ્રાન્ડિંગ સાથે સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો.કંપનીએ આ ફોનને 7,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે.જે 6.08-ઇંચ ડિસ્પ્લે, 1.6Ghz પ્રોસેસર અને 13MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે.તેમાં 5000mAh બેટરી અને આ ફોન છે.

Share Now