IPLનો રોમાંચ વધશે BCCIએ DRSથી લઈને સુપર ઓવરના નિયમોમાં કર્યા આ ફેરફાર

160

નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર : હવે IPL 2022 શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે.આ પહેલા આઈપીએલ મેચોની પ્લેઈંગ કંડિશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે જો કોઈ ટીમ કોવિડ-19ને કારણે પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવામાં અસમર્થ હોય,તો BCCI ફરીથી તે મેચનું આયોજન કરશે.જો કોરોના સંક્રમણને કારણે મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં નહીં આવે તો તેને ટેક્નિકલ કમિટીને મોકલવામાં આવશે.

તકનીકી સમિતિનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે

અહેવાલો પ્રમાણે ‘બીસીસીઆઈ તેના વિવેક પર મેચને પછીથી શેડ્યૂલ કરવાનો પ્રયત્ન કરશે.જો આ શક્ય ન બને તો આ મુદ્દો IPL ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. IPL ટેકનિકલ કમિટિનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે.

આ એક ફેરફાર સાથે અગાઉના નિયમ જેવું જ છે.અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે,બોર્ડ મેચને ફરીથી શેડ્યૂલ કરવાનો પ્રયત્ન કરશે.જો આ શક્ય ન હોય તો ફ્રેન્ચાઈઝી હારી ગયેલી ગણવામાં આવશે અને તેની હરીફ ટીમને 2 પોઇન્ટ આપવામાં આવશે.પરંતુ હવે તેમ ન કરતા તેને ટેકનિકલ કમિટીમાં મોકલવામાં આવશે.

હવે મળશે 2 DRS

પ્લેઈંગ કંડિશનમાં બીજો મહત્વનો ફેરફાર રેફરલ (DRS)ની સંખ્યામાં વધારો,જે હવે એકથી વધારીને 2 કરવામાં આવ્યો છે. BCCIએ તાજેતરમાં જ મેરિલબોન ક્લબ (MCC)એ નવા સૂચનના સમર્થનમાં આ નિર્ણય લીધો છે.બીસીસીઆઈએ ટીમોને સૂચિત કર્યા છે કે,કેચ આઉટ થવા પર નવો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે, ભલે બેટ્સમેને ક્રીઝ પાર કરી લીધી હોય.સિવાય કે,તે ઓવરનો અંતિમ બોલ હોય.

Share Now