જાણો, રશિયા કીવ કરતા પણ યુક્રેનના આ બે સ્થળો પર કેમ વધુ બોંબ ઝીકે છે ?

345

કીવ,15 માર્ચ,2022,મંગળવાર : રશિયાની આર્મી યુક્રેન સાથેની લડાઇમાં કીવ તરફ આગળ વધી રહી છે પરંતુ રશિયા દક્ષિણ યુક્રેનના બે સ્થળોને સૌથી વધુ ટાર્ગેટ કરે છે એક ખેરસોન અને બીજુ મારિયુપોલ,મારિયુપોલ પર તો એટલા બોંબ વરસાવ્યા છે કે એક ખૂબસૂરત શહેર ચારણી થઇ ગયું છે.રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ તે દક્ષિણ યુક્રેન પર વિશેષ ધ્યાન આપી રહયું છે.

યુધ્ધ નિષ્ણાતો માને છે કે રશિયા ભલે કીવ જીતવાનું બાકી છે પરંતુ તે આ બંને ક્ષેત્રોમાં મજબૂત ઘેરાબંધી કરી છે.દક્ષિણ યુક્રેનમાં ઉર્જાના વિશાળ ભંડાર છે.રશિયાની નજર ઝેપોરઝિયાના પરમાણું સંયત્ર પર વિશેષ છે.આ દક્ષિણના ભાગ સાથે જળસીમાઓ જોડાયેલી છે આથી મોટા પોર્ટ પણ વિકસ્યા છે.મારીયુપોલ શહેર પણ એક વિશાળ બંદર છે તેના પર રશિયા કબ્જો જમાવે તો યુક્રેનને મળતી મદદ રોકી શકે છે.

ખેરસોન શહેર નજીકની નાઇપર નદી કાળા સમુદ્રને મળે છે

રશિયાને ક્રીમિયા અને રશિયાએ જેમને દેશ જાહેર કર્યા છે તે લુહાસ્ક અને ડોનેત્સક જમીન માર્ગે જઇ શકે છે.રશિયાની સેનાએ મારીયુપોલના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ઝેપોરેઝિયા પરમાણુ રિએકટર પર આથી જ તો કબ્જો જમાવ્યો છે.આ પરમાણુ કેન્દ્રમાંથી યુક્રેનને તેની જરુરીયાતની 20 ટકા જેટલી ઉર્જા પેદા કરે છે.

આવી જ રીતે ખેરસોન શહેર નજીકની નાઇપર નદી કાળા સમુદ્રને મળે છે.આથી યુક્રેનમાં ઘૂસવા માટે આ સ્થળ પણ ખૂબ મહત્વનું છે.દક્ષિણ યુક્રેનના આ બંને સ્થળો પર હુમલા કરવાનો ઐતિહાસિક સંદર્ભ પણ છે.રશિયન સામ્રાજયએ 18 મી સદીમાં ઓટોમન સામ્રાજય સાથે સતત યુધ્ધો કરીને દક્ષિણમાં ઓડેસાથી લઇને પૂર્વમાં લુહાસ્ક તરફની યુક્રેની વિસ્તારો જીત્યા હતા.આ વિસ્તારને ઇતિહાસમાં નોવોરશિયા એટલે કે નવું રશિયા કહેવામાં આવે છે.

Share Now