ન કોંગ્રેસનો ઉલ્લેખ, ન હાર માટે માફી… સોનિયા ગાંધીના કહેવા પર માત્ર 17 શબ્દોમાં આપ્યું રાજીનામુ

188

અમૃતસર, તા. 16 માર્ચ 2022, બુધવાર : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી આકરી હાર બાદ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામુ આપી દીધું છે.હકીકતે 5 રાજ્યોમાં મળેલા આકરા પરાજય બાદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પાસેથી રાજીનામાની માગણી કરી હતી.

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટરના માધ્યમથી રાજીનામાની જાણકારી આપી હતી.સિદ્ધુએ જણાવ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા પ્રમાણે હું પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપું છું.સિદ્ધુએ પોતાના રાજીનામામાં માત્ર 17 શબ્દો જ લખ્યા છે.તેમાં પંજાબની ચૂંટણીમાં મળેલી હારનો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો.

સોનિયા ગાંધીએ માગ્યું હતું રાજીનામુ

ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા આકરા પરાજય બાદ રવિવારે પાર્ટી હાઈકમાને એક બેઠક બોલાવી હતી.ત્યાર બાદ સતત એક્શનનો દોર શરૂ થયો હતો. સોનિયા ગાંધીએ આ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષો પાસે રાજીનામુ માગ્યું હતું.કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે,આ રાજ્યોમાં સંગઠનના પુનર્ગઠન માટે પીસીસી અધ્યક્ષોને પદ છોડવા કહેવામાં આવ્યું છે.

આ આદેશના થોડા સમય બાદ ઉત્તરાખંડના કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું.તે સિવાય અજય કુમાર લલ્લુએ પણ યુપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે.

Share Now