કાશ્મીર ફાઈલ્સ બની શકે તો લખીમપુર ફાઈલ્સ કેમ નહીં? અખિલેશનો સવાલ

408

નવી દિલ્હી,તા.16.માર્ચ.2022 : યુપીની ચૂંટણી બાદ પહેલી વખત મીડિયા સામે આવેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે,નૈતિક રીતે સમાજવાદી પાર્ટી આ ચૂંટણીમાં જીતી ચુકી છે.

તેમણે કહ્યુ હતુ કે,જો કાશ્મીર ફાઈલ્સ મૂવી બની શકે છે તો લખીમપુરમાં જીપ નીચે ખેડૂતોને કચડવાની ઘટના પર લખીમપુર ફાઈલ્સ કેમ ના બની શકે….

અખિલેશે કહ્યુ હતુ કે,ભાજપ સામે આજે પણ પાયાના પ્રશ્નો તો ઉભા જ છે.સમાજવાદી પાર્ટીનુ કદ આ ચૂંટણી પછી વધ્યુ છે અને ભાજપનુ કદ ઘટયુ છે.અમારી બેઠકો વધી છે અને મતોની ટકાવારી પણ વધી છે.

અખિલેશ યાદવે કહ્યુ હતુ કે,આવુ પરિણામ આવશે તેવુ કોઈએ વિચાર્યુ નહોતુ પણ અમારી નૈતિક જીત થઈ છે.ભવિષ્યમાં વિધાનસભામાં જે પણ કાર્યવાહી થશે તેમાં સમાજવાદીઓનો રોલ તમને દેખાશે.ભાજપે મોંઘવારી,બેકારી અને યુપીના વિકાસ જેવા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે.

Share Now