નવી દિલ્હી, તા. 16 માર્ચ 2022, બુધવાર : અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર કેસ મામલે ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઓડિટર શશીકાંત શર્મા અને ભૂતપૂર્વ એર વાઈસ માર્શલ જસબીર સિંહ પાનેસરે CBI કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
તપાસ એજન્સીએ સંરક્ષણ મંત્રાલયને પૂર્વ નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) શશીકાંત શર્મા અને સંરક્ષણ સચિવ અને ભૂતપૂર્વ એર વાઈસ ચીફ જસબીર સિંહ પાનેસર સામે કાર્યવાહી કરવા આગળ વધવા મંજૂરી આપવામાં આવે તે માટે વિનંતી કરી છે.
વર્ષ 2003 અને 2007ની વચ્ચે શર્મા સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (વાયુ) હતા અને 2011-13માં સંરક્ષણ સચિવ અને ઓડિટર (2013-2017) બન્યા હતા.
એજન્સીએ ડેપ્યુટી ચીફ ટેસ્ટિંગ પાઈલટ એસએ કુંતે,વિંગ કમાન્ડર આઈએએફ થોમસ મેથ્યુ અને ગ્રુપ કેપ્ટન એન સંતોષ સામે કાર્યવાહી કરવાની પણ મંજૂરી માંગી છે.
CBIની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે વર્ષ 2016માં આ કેસ સંભાળ્યો હતો અને 1 સપ્ટેમ્બર, 2017ના રોજ ભૂતપૂર્વ એર ચીફ માર્શલ એસપી ત્યાગી અને અન્ય 11 લોકો વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી.