આસામમાંથી રૂ.100 કરોડનું ડ્રગ્સ પકડાયુ: બેની ધરપકડ કરવામાં આવી

400

– પોલીસે મણિપુરથી આવેલી ટ્રક પર બાતમીના આધારે છાપો માર્યો

ગુવાહાટી : આસામના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અને આ સંદર્ભમાં બેની ધરપકડ કરવામાં આવી છે.ગુવાહાટી પોલીસે મળેલી બાતમીના આધારે કામ કરતાં સોનાપુર પોલીસ સ્ટેશનના ટોલ પ્લાઝા વિસ્તારમાં મણિપુરથી આવેલી અને અનલોડ થઈ રહેલી ટ્રક આંતરી હતી.

પોલીસે આ દરોડામાં 4.6 લાખ યાબા ટેબ્લેટ્સ, 12 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 1.5 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યુ હતું,એમ ઓફિસરે જણાવ્યું હતું.આ ટ્રકના બંને કબ્જેદારોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ જારી છે.મુખ્યપ્રધાન હિમન્તના બિસ્વા સરમાએ આ કામ બદલ ગુવાહાટી પોલીસની પ્રશંસા કરી હતી.તેમણે તેને ડ્રગ્સ સામેના યુદ્ધમાં મોટી સફળતા ગણાવી હતી.

Share Now