– યુએસમાં કોરોનાના નવા 24,442 કેસ, 1281નાં મોત ગયા સપ્તાહની સરખામણીમાં કોરોના મરણાંકમાં 17 ટકાનો ઘટાડો ચીનમાં ઓમિક્રોનના નવા 15,343 કેસ નાંેધાયા,289ના મોત
વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 461,429,704ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 60,50,929 થયો છે.તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,714,738,166 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે.યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,586,694 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,66,386 નોંધાયો છે.કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42,996,062 નોંધાયા છે અને 5,15,974 જણાના મોત થયા છે.રશિયામાં કોરોનાના નવા 1,66,631 કેસ અને 704 જણાના મરણ નોંધાયા હતા.
યુએસમાં આજે કોરોનાના નવા 24,442 કેસ અને 1,281મોત નોંધાયા હતા. બીજી તરફ ચીનમોં આજે કોરોનાના નવા 15,343 કેસ અને 289 મોત નોંેધાયા હતા.જ્યાં કોરોનાના એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાંેંફ્રાન્સ 23,834,604,યુકે 19,965,375, રશિયા 17,160,872 તુર્કી 14,600,683, જર્મની 17,547,357 ઇટાલી 13,489,319 અને સ્પેન 11,260,040નો સમાવેશ થાય છે.
જે દેશોમાં કોરોનાનો કુલ મરણાંક દોઢ લાખ ઉપર છે તેવા દેશોમાં રશિયા 3,54,702,મેક્સિકો 3,21,115,પેરૂ 2,11,579, યુકે 1,63,680, ઇટાલી 1,57,177 અને ઇન્ડોનેશિયા 1,52,745નો સમાવેશ થાય છે. દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક અહેવાલમાં દુનિયાભરમાં કોરોના મરણાંક 17 ટકા ઘટયો હોવાનું જ્યારે કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
ગયા સપ્તાહમાં કોરોનાના નવા એક કરોડ દસ લાખ કેસ અને 43,000 જણાના મોત નોંધાયા હતા.છેલ્લા ત્રણ સપ્તાહથી દુનિયામાં કોરોના મરણાંક સતત ઘટી રહ્યો છે.કોરોનાના કેસો મધ્યપૂર્વ દક્ષિણપૂર્વ એશિયા અને અમેરિકાસમાં 20 ટકા ઘટયા છે.પણ યુરોપમાં કોરોનાના કેસોમાં બે ટકાનો વધારો નોંધાયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ આંકડાઓને સાવચેતીપૂર્વક સમજવા જણાવ્યું હતું.ઘણાં દેશોએ કોરોના ટેસ્ટિંગનો વ્યૂહ બદલ્યો છે.જેેને કારણે ઘણાં કેસો નોંધાતા નથી.તાજેતરના સપ્તાહોમાં સ્વિડન અને યુકેજેવા દેશોએ બહોળાં પાયે ટેસ્ટિંગ કરવાનું બંધ કર્યું છે.
બ્રિટનમાં કોરોનાના સબ વેરિઅન્ટ બીએ2ના ક્સો તથા મરણાંક વધી રહ્યો છે.વેસ્ટર્ન પેસેફિક વિસ્તારમાં તથા ચીન અને હોંગકોંગમાં બીએ2વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે.જેને પગલે ચીને ઘણાં શહેરોમાં લોકડાઉન લાગુ પાડયું છે.
એશિયન ડેવલપમેન્ટ બેન્કે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે દક્ષિણ પૂર્વ એશિયામાં 93 લાખ નોકરીઓ પરંપરાગત પ્રવાસન અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ છે. મહામારીને કારણે ગયા વર્ષે 47 લાખ લોકો દારૂણ ગરીબીમાં ધકેલાઇ ગયા હતા.આ ગરીબ પ્રજા રોજ 1.90 ડોલરમાંં તેનો ગુજારો કરે છે.
દરમ્યાન પાકિસ્તાનના આયોજન અને વિકાસ પ્રધાન અસદ ઉમરે પાકિસ્તાન કોરોના મહામારીને નાબૂદ કરવાના આરે હોઇ દેશમાંથી તમામ કોરોના નિયંત્રણો હટાવી લેવાની જાહેરાત કરી હતી.જો કે જેમણે કોરોનાની રસી લીધી નથી તેમના માટે આ નિયંત્રણો ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.ઉમરે જણાવ્યું હતું કે નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે પણ જરૂર પડે અમે ફરી નિયંત્રણો લાદી શકીએ છીએ.
જ્યાં સુધી દેશની 85 ટકા વસ્તી કોરોનાની રસી નહીં મુકાવે ત્યાં સુધી રસી ન લેનારાઓ માટે કોરોના નિયંત્રણો ચાલુ રહેશે.ઉમરે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 87 ટકા લોકોને કોરોનાની રસીનો એક ડોઝ અને 70 ટકા લોકોને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.દેશમાં વ્યાપક રસીકરણને કારણે હવે કોરોના મહામારી નિયંત્રણો હટાવી લેવાનું શક્ય બન્યું છે.