યોગી ફરી સત્તા પર આવતા જ એન્કાઉન્ટરો શરુ, ગુનેગારો ગભરાઈને સામેથી પોલીસ મથકે પહોંચી રહ્યા છે

506

નવી દિલ્હી,તા.17.માર્ચ.2022 : યોગી આદિત્યનાથ સતત બીજી વખત યુપીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

યોગીના શાસનમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંખ્યાબંધ ગુનેગારોના એન્કાઉન્ટ કરાયા હતા.હવે બીજા પાંચ વર્ષ માટે યોગી સીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે ગુનેગારોમાં ફરી એક વખત ખોફ દેખાઈ રહ્યો છે.

ગુનેગારોએ પોલીસ મથકમાં સામે ચાલીને સરેન્ડર કરવાનુ શરુ કરી દીધુ છે.એક જગ્યા તો બે ગુનેગારો મને ગોળી ના મારતા ..તેવી અપીલ કરતુ પોસ્ટર લઈને પોલીસ મથકમાં હાજર થવા માટે પહોંચ્યા હતા.

બીજી તરફ ગુનેગારોના એન્કાઉન્ટર પણ શરુ થઈ ગયા છે.હાપુડમાં વીજળીના વાયરો કાપતી ગેંગ સાથે પોલીસના એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને પગમાં ગોળી વાગી ચે.

આઝમગઢમાં પોલીસે 3 દિવસમાં 3 એન્કાઉન્ટર કર્યા છે.મુઝઝફરનગરમાં બાઈક પર જઈ રહેલા બે લફંગાઓ સાથે પોલીસના ફાયરિંગ બાદ એક ગુનેગાર ઘાયલ થયો હતો.પોલીસે તેને પકડી પાડયો છે.

ગોંડા જિલ્લામાં 25000 રુપિયાના ઈનામી ગુનેગારને પણ એન્કાઉન્ટરમાં પોલીસે પગમાં ગોળી મારીને ઝડપી લીધી છે.

Share Now