
– ટિકટોક પર વિડીયો 1.2 કરોડ લોકોએ જોયો
– નહાવા-ધોવા માટે ઓફિસના બાથરૂમનો ઉપયોગ અને રેફ્રિજરેટરમાં ખાવાપીવાનો સામાન મૂકે છે
નવી દિલ્હી : ઓછા પગારનો વિરોધ નોંધાવવા માટે એક વ્યક્તિએ અનોખી પદ્ધતિ અપનાવી.તે પોતાની ઘરવખરી લઈ ઓફિસમાં જ શિફ્ટ થઈ ગયો.આ વ્યક્તિનું કહેવું છે કે તેનો પગાર એટલો ઓછો છે કે તે ભાડાના ઘરમાં રહી શકતો નથી.તેથી તેણે ઓફિસમાં જ પથારી પાથરી દીધી અને પોતાના ડેસ્કના નીચે સ્લીપિંગ બેગમાં ઊંઘવા લાગ્યો.
આ બનાવ અમેરિકાનો છે.સિમોન નામની આ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ટિકટોક પર અપલોડ કર્યો છે.વિડીયોમાં સિમોન પોતાની જરૂરી ચીજો અને પથારી વગેરે લઈ ઓફિસના ક્યુબિકલમાં શિફ્ટ થતાં દેખાઈ રહ્યો છે.તેનું કહેવું છે કે તે પોતાના બધા સામાન સાથે ઓફિસમાં રહેવા આવી ગયો છે,કેમકે તેને એટલો પગાર મળતો નથી કે તે ઘરનું ભાડું આપી શકે.તેના મોટાભાગના સહકર્મચારી ઘરેથી જ કામ કરે છે.તેથી ઓફિસ ખાલી જ હોય છે.તેના લીધે તેને ત્યાં રોકાવવા માટે પૂરતી જગ્યા છે.
સિમોને ઓફિસમાં પોતાની કેબિનમાં કપડા,બેગ,સ્લીપિંગ બેગ વગેરે લગાવી તેને સંપૂર્ણપણે ઘરમાં પરિવર્તીત કરી દીધું છે.
તે ન્હાવા-ધોવા માટે ઓફિસના બાથરૂમનો ઉપયોગ કરે છે અને ઓફિસના ફ્રીઝમાં જ તેમના ખાવા-પીવાનો સામાન રાખે છે.જો કે ત્રણ કે ચાર દિવસ પછી જ સિમોનને આવું ન કરવાની સૂચના આપવામાં આવી.તેની સાથે એચઆરે સોશિયલ મીડિયા પરથી તેનો વિડીયો હટાવા પણ કહ્યુ. ટિકટોક પર સિમોનના આ વિડીયોને લગભગ ૧.૨ કરોડ લોકોએ જોયો.